• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ગાંધીધામ : મૂળ વડાલાના કવિતાબેન ગાલા (ઉ.વ. 56) તે અનિલભાઈ નાગજી ગાલાના પત્ની, સ્વ. પુરબાઇ/ મંજુલાબેન નાગજી ગાલા અને સ્વ. જયાબેન ચૂનીલાલ કેનિયા (મુંદરા)ના પુત્રવધૂ, મિહિર, રોનકના માતા, પંક્તિ, એકતાના સાસુ, હેતલ સુજાન કેનિયાના જેઠાણી, દીર્ઘ, જલકના દાદી, સ્વ. લક્ષ્મીબેન પદમશી શિવજી વોરા (બિદડા)ના પુત્રી, મણિલાલ, રવિલાલ, અંજનાના બહેન, મૃદુલા, મંજુલાના નણંદ, કપાયાના નરેશ કલ્યાણજી (ભુજ)ના સાળી, મીનલ નીતિન વોરા (બિદડા), પ્રજ્ઞાના રશ્મિન ફુરિયા (તલવાણા)ના વેવાણ તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-10-2026ના ગુરુવારે સાંજે 4થી પ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની જૈન મહાજન વાડી, ગાંધીધામ ખાતે.

અંજાર : પૂર્ણિમાબેન શાહ (ઉ.વ. 73) તે સ્વ. લીલાવંતી કાંતિલાલ શાહ (માંડવી હાલે અંજાર)ના પુત્રી, સ્વ. દેવશી ખોડીદાસ શાહ (માંડવી)ના પૌત્રી, સ્વ. દિવાળીબેન માણેકલાલ શાહના દોહિત્રી, સ્વ. નલિન, સ્વ. ગિરીશ, સ્વ. ગુણવંતી રવિલાલ શાહ, સ્વ. ધનવંતી શશિકાંત શાહ, સ્વ. મધુબેન જિતેન્દ્ર શાહ, લતાબેન, જાગૃતિબેન, નીતા પંકજ પારેખ (સુરત )ના બહેન, ભાવના ગિરીશ શાહના નણંદ તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : જાગૃતિ શાહ-94271 83353

માંડવી : મીનાક્ષીબેન જોબનપુત્રા (ઉ.વ. 67) તે સ્વ. કસ્તૂરબેન ગાવિંદજી જોબનપુત્રાના પુત્રવધૂ , મહેન્દ્રભાઈ (પોસ્ટ ઓફિસ)ના પત્ની, અનિશના માતા, હિરલબેનના સાસુ, સ્વ. રમેશભાઈ, ભરતભાઈ (મસ્કત), ગીતાબેન દિલીપભાઈ પલણ (ભુજ), પૂર્ણિમાબેન  વ્રજલાલભાઈ ઠક્કર (માધાપર),  નયનાબેન અરાવિંદભાઈ ગંધા (ગાંધીધામ)ના ભાભી, ગં.સ્વ. રીનાબેન રમેશભાઈ (માધાપર)ના દેરાણી,  દીપિકાબેન  ભરતભાઈ  (મસ્કત)ના  જેઠાણી, વિવેક, રિચા, યશના કાકી, ગં.સ્વ મંજુલાબેન જવાહરલાલ થોભરાણી (ભુજ)ના પુત્રી , સ્વ. પ્રાગજી વિશ્રામ (ભુજ)ના પૌત્રી,  સ્વ. ગાવિંદજી પ્રાગજી પૂજારા (ભુજ)ના દોહિત્રી, ચંદ્રપ્રભા, અતુલભાઈ, અરાવિંદભાઈ (ભુજ)ના બહેન, નિશાબેન ભરતભાઈ દૈયાના વેવાણ તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-10-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 જૈનપુરી, આઝાદ ચોક, માંડવી ખાતે.

મુંદરા : મોહનલાલ રામસંગભાઈ માલી (હીરાણી) (ઉ.વ. 80) તે તારાબેન, હિતેષભાઈ, વર્ષાબેન,નીતાબેનના પિતા, રામજીભાઈ, જેન્તીભાઈ, શાંતિબેન, ગોમીબેન, પુરીબેનના મોટા ભાઈ, અમિતભાઈ, નીલેશભાઈ, ભરતભાઈ, પૂજાબેન, નીરવભાઈ, કિશનભાઈના મોટાબાપા, કાન્તાબેન, મણિબેનના જેઠ, રામજીભાઈ (આદિપુર), પ્રવીણભાઈ (આદિપુર), કેતનભાઈ (રાપર), પ્રવીણાબેનના સસરા, કૃપાલી, ખુશી, હેતના દાદા તા. 25-10-2026ના અવસાન પામ્યા છે. સામાજિક લોકાઈ તા. 29-10-2026ના ગુરુવારે સવારે નિવાસસ્થાને, પ્રાર્થનાસભા સાંજે 4થી 5 પુષ્કર્ણા સમાજવાડી (બ્રહ્મપુરી), ઓસવાળ શેરી, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ શિકરાના ગાંધી બાબુલાલ વેલજીભાઇ જગશીભાઇ (ઉ.વ. 86) તે સ્વ. ઇન્દુબેનના પતિ, સ્વ. સોભાગચંદભાઇ, સ્વ. સેવંતીલાલ, સ્વ. રસિકભાઇ, જયેન્દ્રભાઇ, નીમુબેન વોરા, હિતાબેન વોરાના ભાઇ, નીલેશભાઇ (ગેટકો-અંજાર), વિપુલભાઇ, પ્રવીણાબેન રમણીકલાલ વોરા, ભાવનાબેન ધનસુખભાઇ શાહ, વર્ષાબેન કીર્તિકુમાર મહેતા, ફાલ્ગુનીબેન દીપકભાઇ ગાલાના પિતા, મધુબેન તથા પૂનમબેનના સસરા, વોરા સુંદરજી પાનાચંદભાઇ (ધમડકા)ના જમાઇ, મીલી, ખુશી, સંયમ, યશ, જીઆના દાદા, લેખા કીંચિત, કેવિન, રેમી, રિયા, શિવાની, દાક્ષી, ફેનિલ, કળશના નાના તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 28-10-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન 3-ગ્રામલક્ષ્મી સોસાયટી, જૂનાવાસ, માધાપરથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 29-10-2026ના ગુરુવારે સવારે 10થી 11.30 મિત્રી સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : જુણેજા કુરસમ (ઉ.વ. 65) તે જુણેજા જાનમામદ હારુનના પત્ની, સલીમ અને શહેનાઝના માતા, જુણેજા યાસીર અને અતીકના દાદી, જુણેજા અબ્દુલ્લા આમદના પુત્રી, જુણેજા યાકુબ (તલાટી), મ. હારુન જુણેજા, ઇશાક જુણેજા, સિધિક જુણેજાના બહેન, ઉમર હારુન જુણેજાના ભાભી, રફીક, અલ્તાફ, સિધિક, ઇમરાનના મોટીમા, જુણેજા હાજી આદમ, મ. જાનમામદ, મ. ઉમર, મ. રમજાનના કાકાઇ બહેન, ઇમરાન, ઝાહીદ, રિયાઝ, શિઝાનના ફઇ તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-10-2026ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

ભારાસર (તા. ભુજ) : ધનજીભાઈ ખીમજીભાઈ સીજુ (ઉ.વ. 56) તે પુરબાઈના પતિ, રાણબાઈ ખીમજીભાઈ તેજાભાઈના પુત્ર, નારાણભાઈ, સામજીભાઈ, રામબાઈ બુધાભાઈ જેપાર (અંગિયા), જીવાબેન કરમશીભાઈ બળગા (બળદિયા)ના ભાઈ, રમેશ, રવિલાલ, દમયંતિબેન જગદિશ ધેડા (કોઠારા)ના પિતા, નાનુબાઈ જખુભાઈ જેપાર, જખુભાઈ હિરજીભાઈ જેપાર (દેવપર-યક્ષ)ના જમાઈ, પ્રેમજીભાઈ જખુભાઈ જેપાર, વિશ્રામભાઈ જખુભાઈ જેપાર, કમળાબેન હીરજીભાઈ સીજુ (આદિપુર)ના બનેવી, સ્વ. માધાભાઈ તેજાભાઈ સીજુ, કાંયાભાઈ તેજાભાઈ સીજુના ભત્રીજા, હીરજીભાઈ, પાલાભાઈ, ઉમરભાઈ, કરમશીભાઈ, સ્વ. લખુભાઈના કાકાઈ ભાઈ, દક્ષાબેન, જયાબેનના સસરા, સ્નેહા, સંધ્યા, રુદ્રાક્ષ, ભવ્યના દાદા, યશરાજ, યુવરાજના નાના તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 30-10-2026 શુક્રવારે, ઘડાઢોળ તા. 31-10-2026 શનિવારે સવારે નિવાસસ્થાન ભારાસર ખાતે.

ડગાળા (તા. ભુજ) : હીરાભાઈ જેઠાભાઈ ઢીલા (ઉ.વ. 74) તે વાસુબેન હરિભાઈ વરચંદ, કરશનભાઇ ઢીલા, કંકુબેન નારાયણભાઈ છાંગા, કાનજીભાઈ ઢીલાના પિતા, હર્ષ, અગત્સ્ય, શ્રીના નાના, રામના દાદા તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ડગાળા ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ મસ્કાના કેસરબેન મોતા (ઉ.વ. 98) તે ખેરાજ ચંનાના પત્ની, પ્રભુલાલ, સ્વ. રવિલાલ, ગૌરીશંકર, જયાબેન, શંભુલાલના માતા, દેવકાબાઈ વેલજી શિણાઈ (બિદડા)ના પુત્રી, ભાણજી ચંનાના નાના ભાઈના પત્ની, કાકુ ચંના, રામજી ચંના કરસનજી ચંના, કુંવરબાઈના ભાભી, સ્વ. મણિબેન શંકરજી, સ્વ બાબુલાલ વેલજી, સ્વ. પ્રેમજી વેલજી શિણાઈ (બિદડા), ગં.સ્વ. વેજબાઈ મોહનલાલ નાગુ, શામજી વેલજીના બહેન, ગં.સ્વ. કસ્તૂરબેન બાબુલાલ, ગં.સ્વ. પ્રભાબેન પ્રેમજી, લીલાવંતીબેન શામજીના નણંદ, શંકરજી, સ્વ. વિસનજી, સ્વ. લાલજી, જટાશંકર, મંગલદાસ, સ્વ. કાંતિલાલ નાનજી, હરિરામ, મંગલદાસ, લક્ષ્મીદાસ, દયાશંકરના કાકી, કોકિલાબેન, સવિતાબેન, જિજ્ઞાબેન, હીરાલાલ શિવજી નાગુના સાસુ, હિતેષ, પીયૂષ, શરદ, શિવમ, મિતેષ, હેતલ, વંદના, મિત્તલ, ક્રિષ્નાના દાદી, સંજય, જાગૃતિબેનના નાની, ગોપાલભાઈ, તિમિરભાઈ, પ્રશાંતભાઈ, ધવલભાઇ, ડિમ્પલબેન, નિશા, વિશાખા, અલ્પાના દાદીસાસુ તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-10-2026ના ગુરુવારે બપોરે 2થી 5 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : પ્રેમજી માવજી ગોરસિયા તે રાધાબાઇના પતિ, હરજી, દેવશી, મંજુલાબેન હરજી શિયાણી, કેસરબેન ધનજી કેરાઇના પિતા તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-10-2026ના સવારે 7થી 8 ભાઇઓની રામપર નવાવાસ મંદિર ખાતે તથા બહેનોની નિવાસસ્થાને.

બિદડા (તા. માંડવી) : સંઘાર કલ્યાણજીભાઈ ગગુભાઈ ગલાંગા (ઉ.વ. 75) તે ભચીબેનના પતિ, સ્વ. ગગુભાઈ ગલુભાઈના પુત્ર, ગગુ માલા સંઘાર (બિદડા)ના જમાઈ, જેતબાઈ કચરા (બિદડા), કુંવરબાઈ ભાણજી (ભોજાય), વિજયભાઈ ગગુભાઈ, સામતભાઈ, સ્વ. સુજાભાઈ, કિશોરભાઈ વિજયભાઈના ભાઈ, કેતનભાઈ કલ્યાણજીભાઈ, જખીબેન, રસિલાબેન, લક્ષ્મીબેન, લીલાબાઈબેનના પિતા, ધનીબેન કેતનભાઇ, મહેશભાઈ, દિનેશભાઇ, નીલેશભાઈ, નીતિનભાઈના સસરા, સીમરન, રિદ્ધિ, ઈશા, શીતલ, રાખી, ધ્રુવના દાદા તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28/29/30-10-2026 (ત્રણ દિવસ) નિવાસસ્થાને સુજાણવાડી, ભાડિયા રોડ, બિદડા ખાતે.

કોડાય (તા. માંડવી) : મંજુલાબેન રામજી દેઢિયા (ઉ.વ. 79) તે રતનબાઇ રામજી વીરજીના પુત્રી, બિદડાના સ્વ. સાકરબેન હરખચંદ નાગડા અને મુકેશ દેઢિયાના બહેન, સરોજબેનના નણંદ તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન : સરોજબેન દેઢિયા, કોડાય (તા. માંડવી) મો. 87359 36270.

ડોણ (તા. માડવી) : રાયમા અબ્દુલ ગની જુસબ (ઉ.વ. 52) તે મ. જુસબ આમદના પુત્ર, મ. હસન આમદ, મ. અબ્દુલા આમદ, સતાર જાકબના ભત્રીજા, આદમ, ઉસ્માન, અલ્તાફ, આમિર હુસૈનના ભાઈ, ઉમેર, અમનના પિતા, સલીમ અલીમામદના સાળા, હાજી હાસમ મુસા (અંજાર)ના જમાઈ તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-10-2026ના સવારે 10થી 11 ડોણ જમાતખાના ખાતે.

ટુન્ડા (તા. મુંદરા) : ઇન્દ્રાબા બળવંતસિંહ જાડેજા (ઉ.વ. 82) તે સ્વ. બળવંતસિંહ વિરમજી જાડેજાના પત્ની, મહિપતસિંહ (એમ.બી.)ના માતા, જયદીપસિંહના દાદી તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 31-10-2026ના શનિવારે મામલ માતાજીની વાડી ખાતે.

કોટડા-રોહા (તા. નખત્રાણા) : રણશી ટોકરશી વિકમાણી (ઉ.વ. 83) તે રતનબેન ટોકરશી પબુ વિકમાણીના પુત્ર, રતનબેનના પતિ, પ્રફુલ, રાજેશ, કલ્પનાના પિતા, કવિતા, રશ્મિ,  અનિલ કલ્યાણજી ગડા (લઠેડી)ના સસરા, વેલબાઈ શામજી લખમશી દેઢિયા (ગઢશીશા)ના જમાઈ તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 28-10-2026ના સવારે 9 વાગ્યે કોટડાથી નીકળશે તથા પ્રાર્થનાસભા તા. 28 -10-2026ના બપોરે 3.30થી 5 જૈન મહાજન વાડી, કોટડા-રોહા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : ઇશ્વરભાઇ નાયાણી (ઉ.વ. 57) તે સ્વ. પ્રેમજી નાનજી તથા ગં.સ્વ. ગંગાબેનના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, ધરમશીભાઇ, નરેશભાઇ, નિર્મલાબેન, રસીલાબેનના ભાઇ, રોહિત, જનકના પિતા તા. 24-10-2026ના બેંગ્લોર ખાતે અવસાન 

પામ્યા છે. સાદડી તા. 29-10 અને 30-10ના બે દિવસ સવારે 8થી 10 તથા બપોરે 3થી 5 નિવાસસ્થાન નાયાણી ફળિયા, 

કોટડા (જ.) ખાતે.

વડવા કાયા (તા. નખત્રાણા) : સવિતાબેન હરિલાલ ભગત (ઉ.વ. 70) તે સ્વ. હરિલાલ લધાભાઈ ભગતના પત્ની, કસ્તૂરબેન નરશીભાઈ વાસાણી (ખારઘર), રેખાબેન ઈશ્વરલાલ પોકાર (પૂના), કલુબેન કિશોર ચોપડા (બદલાપુર )ના માતા, સ્વ. ઝવેરબેન પ્રેમજી, ગોમતીબેન હીરાલાલ, મંજુલાબેન ડાયાલાલના નાના ભાઈના પત્ની, કાંતાબેન મણિલાલ, ભચીબેન હરિલાલ પોકાર (થાણા)ના ભાભી, સ્વ. કુંવરબેન અરજણ જેઠાભાઈ સેંઘાણી (ગઢશીશા)ના પુત્રી, સ્વ. કરશનભાઇ, હરિભાઈ, સ્વ. મોહનભાઈ, લખમશીભાઈ (ગઢશીશા), કંકુબેન (બિદડા)ના બહેન તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-10-2026ના સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5 પાટીદાર સમાજવાડી, વડવા નવાવાસ ખાતે. બાકીના દિવસોમાં મણિલાલ લધા ભગતના નિવાસસ્થાને.

નલિયા (તા. અબડાસા) : મૂળ બાંધાના રાઠોડ તુલસીબા (ઉ.વ. 34) તે રાઠોડ દાનુભા નારાણજી (બાંધા)ના પત્ની, શિવરાજાસિંહના માતા, સ્વ. માણસંગજી, કિશોરાસિંહ, મહેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહના ભાભી, ઝાલા રાજુભા મુલાસિંહ (ઝીઝુવાળા)ના પુત્રી તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને જૈન બાલ આશ્રમની બાજુમાં, નલિયા ખાતે.

કંથકોટ (તા. ભચાઉ) : મ.ક.સ.સુ. હંસરાજ દામજીભાઇ પરમાર (દરજી) (ઉ.વ. 64) તે રંભીબેનના પતિ, જિતેન્દ્રભાઇ, નવીનભાઇ, માયાબેન, હેતલબેનના પિતા, સ્વ. જમનાબેન, કાશીબેન, નર્બદાબેન, પ્રેમિલાબેન, બાબુલાલના ભાઇ, સ્વ. આનંદીબેનના દિયર, સ્વ. નાનુબેન રતનશી વાઘેલા (ડાવરી)ના જમાઇ, સ્વ. ભીખુભાઇ, રવજી, લવજી, મંજુબેનના બનેવી, સોલંકી સ્વ. રતનશી હરિ (વિજપાસર)ના ભાણેજ, મંજુબેન (રાપર), મહેશ, દીપક, રાજેશના કાકા, વાઘેલા શૈલેશ, ચૌહાણ નીતિન, સપનાબેન, સાવેત્રીબેનના સસરા, વર્ષાબેન, જોસનાબેનના કાકાજી સસરા, સ્નેહના નાના, પ્રદીપ, વંશ, દિવ્યા, શિવ, બંસરી, અરમાન, એન્જલ, જાનવી, નિષ્ઠા, ધ્યાનના દાદા તા. 25-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા મોરિયા તા. 2-11-2026ના સોમવારે નિવાસસ્થાન કંથકોટ ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd