• સોમવાર, 02 નવેમ્બર, 2026

વોટચોરી કોંગ્રેસનો વારસો છે : ભાજપ

નવી દિલ્હી, તા. 1 : રાજધાનીમાં રામલીલા મેદાન પર રવિવારે વિપક્ષી `ઈન્ડિયા' જોડાણની રેલીના વિરોધમાં ભાજપે દિલ્હી સહિત દેશભરમાં `લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો' રેલી કાઢી હતી. દિલ્હીમાં હરિનગરથી તિલકનગર સુધી લગભગ એક કિ.મી. લાંબી રેલી કાઢી હતી. કેસરિયા પક્ષે આરોપ મૂક્યો હતો કે, કોંગ્રેસે રેલી માટે આજનો દિવસ ઇરાદાપૂર્વક પસંદ કર્યો છે. પહેલી નવેમ્બર, 1984ના દિવસે શીખ વિરોધી હિંસા થઇ હતી. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, નરસંહારનો દિવસ પસંદ કરીને રામલીલા પર પોતાની રાજનીતિ માટે રાહુલ શહીદોને ભૂલી ગયા છે. ભાજપ અધ્યક્ષ નીતિન નબીને હરિયાણાના રોહતકમાં રેલી કાઢી હતી અને જણાવ્યું હતું કે, વોટચોરી કોંગ્રેસનો વારસો છે. રાહુલ ગાંધી વિદેશી તાકાતોની ટૂલકિટ બનીને કામ કરે છે. વિદેશી તાકાતોના ઇશારે ભારતનાં લોકતંત્રને પડકાર આપવા માગે છે. દેશના 140 કરોડ લોકો જોઇ રહ્યા છે કે, આ લોકો કોણ છે, તેવું તેમણે કહ્યું  હતું. રાહુલને દેશની 140 કરોડ જનતા પર વિશ્વાસ નથી, પરંતુ ત્રણ કરોડ ઘૂસણખોરો પર ભરોસો છે. લોકતંત્રમાં સૌથી મોટો મત જનતાનો મત હોય છે અને જ્યારે જ્યારે જનતાએ મત આપ્યો છે, ત્યારે આપ હાર્યા છો, તેવું નબીને કહ્યું હતું. આરોપ મૂકતાં ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ખોટી રીતે ચૂંટણી જીત્યા હતાં, ત્યારે અલાહાબાદ હાઇકોર્ટે તેમના છ વર્ષ ચૂંટણી લડવા પર રોક મૂકી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd