• સોમવાર, 02 નવેમ્બર, 2026

પીજીવીસીએલની ક્રિકેટ ટૂર્ના.માં સુરેન્દ્રનગર વિજયી

ભુજ, તા. 1 : પીજીવીસીએલ ભુજ સર્કલ ઓફિસ દ્વારા આયોજિત 19મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુરેન્દ્રનગર સર્કલ ચેમ્પિયન બની હતી. ભુજ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોરબંદર સર્કલ વિરુદ્ધ સુરેન્દ્રનગર સર્કલ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. મેચનો પ્રારંભ ડો. આનંદ ચૌધરી તેમજ ભુજ સર્કલના કાર્યવાહક અધીક્ષક ઇજનેર આર. એસ. વારાના હસ્તે કરવામાં આવ્યો હતો. પોરબંદરે 39.4 ઓવરમાં 187 રન કર્યા હતા. સુરેન્દ્રનગરે 28.2 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન કરી લીધા હતા. મેન ઓફ ધ સિરીઝ  કૃષ્ણકાંત પાઠક (સુરેન્દ્રનગર) (ટૂર્નામેન્ટમાં 271 રન અને બે વિકેટ), પ્રથમ મેન ઓફ ધ મેચ  કૃષ્ણકાંત પાઠક (સુરેન્દ્રનગર)  93 બોલમાં 129 રન એક વિકેટ. દ્વિતીય મેન ઓફ ધ મેચ યુ. સી. સુતરિયા (પોરબંદર) - 84 બોલમાં 57 રન એક વિકેટ. બેસ્ટ બેટ્સમેન રાજદીપાસિંહ જાડેજા (મોરબી) - 29 રન / 121 રન, બેસ્ટ બોલર  જિજ્ઞેશ પરમાર (સુરેન્દ્રનગર સર્કલ) - કુલ 11 વિકેટ, બેસ્ટ ફીલ્ડર  વિકાસ વાસદેવાણી (સુરેન્દ્રનગર) - આઠ ડિસમિસલ (કે.) થયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd