• સોમવાર, 02 નવેમ્બર, 2026

પર્યાવરણીય પ્રદૂષણ સમાજના આર્થિક વિકાસ માટે અવરોધકર્તા

ભુજ, તા. 1 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પર્યાવરણ અને જીવન વિજ્ઞાન વિભાગ દ્વારા જાપાનની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સહયોગથી "Forever Chemicals, Emerging Threats : An India–Japan Research Frontier in Environmental Health' વિષય પર એકદિવસીય આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રારંભે ડો. અનિલ ગોરે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ડો. ધારાનાં સંચાલન હેઠળ મહાનુભાવોના સન્માન સાથે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો. રામ, ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરન્મેન્ટ એન્ડ લાઇફ સાયન્સિસ વિભાગના વડા તથા પરિષદના સંયોજક ડો. મૃગેશ એચ. ત્રિવેદી, એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેક્નોલોજીઝ (ACT)ના યોગેશ જાડેજા તથા જાપાનથી આવેલા વૈજ્ઞાનિકો ડો. નોબુયોશી યામાશિતા અને ડો. દીપા મખીજા લાલવાણી ઉપસ્થિત રહ્યા હતા. ડો. મૃગેશ એચ. ત્રિવેદીએ પરિષદના ઉદ્દેશ્યો અને ભારત-જાપાન વચ્ચેના વૈજ્ઞાનિક સહયોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો. રામે વૈજ્ઞાનિક સંશોધન, આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદ્યાર્થીઓને આધુનિક સંશોધન પદ્ધતિઓ સાથે જોડવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. યોગેશ જાડેજાએ હમીરસર તળાવના સંદર્ભમાં પર્યાવરણીય દેખરેખ અને સ્થાનિક જળસ્રોતોના સંરક્ષણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કુલપતિ ડો. મોહન પટેલે પર્યાવરણીય પ્રદૂષણને કારણે સમાજ પર પડતા આર્થિક બોજ અંગે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે પ્રદૂષણની અસરો માત્ર પર્યાવરણ પૂરતી મર્યાદિત ન રહેતાં માનવ સ્વાસ્થ્ય, આરોગ્ય સંભાળના ખર્ચ અને સમાજના આર્થિક વિકાસને પણ અસર કરે છે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો. અંતે ડો. સીમાએ આભારવિધિ કરી હતી.પરિષદના વૈજ્ઞાનિક સત્રમાં AIST, જાપાનના પોસ્ટડોક્ટરલ ફેલો ડો. દીપા લાલવાણીએ PFAS  જેવા લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહેતા રસાયણો, તેમના પર્યાવરણીય પ્રભાવ, વૈજ્ઞાનિક દેખરેખ તથા સંશોધન આધારિત વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું. જાપાનના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. નોબુયોશી યામાશિતાએ "Does AI Help Us Solve PFAS Problems ?' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરન્મેન્ટ એન્ડ લાઇફ સાયન્સિસ વિભાગ ખાતે તકનીકી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદમાં કચ્છ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ, સંશોધકો અને બહારની સંસ્થાઓના સહભાગીઓ સહિત 150થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પરિષદને સફળ બનાવવા માટે ડો. સીમા, ડો. ધારા, વિમલાબેન, સંધ્યાબેન, અમૃત, અપેક્ષા, શિલ્પા તથા સેમસ્ટર 1 અને 3ના તમામ વિદ્યાર્થીઓએ અથાગ મહેનત અને સક્રિય સહયોગ આપ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd