ભુજ : કમલા નરેન્દ્ર ઠક્કર (ઉ.વ. 79) (નિવૃત્ત શિક્ષિકા પી.સી.વી.
મહેતા હાઇસ્કૂલ) તે નરેન્દ્ર દયારામ ઠક્કર સોનેતાના પત્ની, સ્વ. નર્મદાબેન દયારામ હરિરામ (અંજાર)ના પુત્રવધૂ,
સ્વ. કંકુબેન પોપટલાલ તેજપાલ સચદે (માંડવી)ના પુત્રી, સ્વ. ગોવિંદ તેજપાલ સચદે, સ્વ. લીલાધર તેજપાલ સચદેના
ભત્રીજી, શારદાબેન હરવદનભાઇ (અંજાર), સ્વ.
દમયંતીબેન દિલીપભાઇ (ભુજ)ના દેરાણી, જયશ્રીબેન મહેન્દ્રભાઇ (ભુજ),
ભારતીબેન અનિલભાઇ (અંજાર)ના જેઠાણી, સ્વ. પુષ્પાબેન
ડુંગરસિંહભાઇ, સ્વ. હંસાબેન જયંતીલાલ, ગં.સ્વ.
રંજનબેન રમેશભાઇ, ચંદ્રિકાબેન હેમંતભાઇના ભાભી, જયંતીભાઇ, જીતુભાઇ, સ્વ. દિવાળીબેન,
સ્વ. અમૃતબેન, તારાબેનના બહેન, સ્વ. જ્યોતિબેન, મધુબેનના નણંદ તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-7-2025ના
સોમવારે સાંજે 4.30થી 5.30 રૂખાણા હોલ, લોહાણા મહાજનવાડી (નવી), ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : મૂળ નલિયાના કાનજીભાઈ મમુજી સોલંકી (ઉ.વ. 77) તે સ્વ. જીતુભાઈના મોટા ભાઈ, કાંતાબેનના
પતિ, સ્વ. મંજુબેન, જયેશ, દીપાબેનના પિતા, ધનજી ભાણજીના કાકા, ભાવેશ, વર્ષાબેન મયંક ભટ્ટીના મોટાબાપુ, સ્વ. અરજણભાઇ મકવાણા (વિંઝાણ), સ્વ. ધનબાઈના જમાઈ,
માનસંગભાઈ, બબીબેનના બનેવી, નીલેશ શંકરભાઈ ચૌહાણ (મૂળ નલિયા હાલે ભુજ)ના સસરા, રાધાબેન ચાંદાજી ચૌહાણ (માંડવી), મણિબેન
નરશીભાઈ સોલંકી, ગંગાબેન રણછોડભાઈ સોલંકી (મૂળ નલિયા હાલે ભુજ)ના
કાકાઈ ભાઈ, મિશાના નાના તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-7-2025ના સોમવારે સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી,
શિવકૃપા નગર, માંડવી ઓક્ટ્રોય પાસે, કોલેજ રોડ, ભુજ ખાતે.
ભુજ : જયંતાબેન નૌતમલાલ રાવલ (ઉ.વ. 92) તે જયેશ રાવલ (આકાશવાણી), પરેશ રાવલ (ધર્મેન્દ્ર કોલેજ), સ્વ. તૃપ્તિબેનના માતા, જુગ્નુબેન (જિલ્લા પંચાયત),
રૂપલબેન, સ્વ. સંજયભાઈ પંડયા (કચ્છમિત્ર)ના સાસુ, પૂજન,
રોહનના દાદી, બંસરીબેન હરિરામ ઠક્કર (પાણી પુરવઠા),
તરૂલતા યશવંતરાય જોષી, સ્વ. વસંતવિહારી વિઠલજી
પંડયાના વેવાણ તા. 4-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2025ના સોમવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ
સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ
મંદિર, ભુજ ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)
ભુજ : હરેશકુમાર છગનલાલ ભટ્ટ (ઉ.વ. 80) (નિવૃત્ત એસ.ટી. કેશિયર-માંડવી)
તે સ્વ. શોભનાબેન (નિવૃત્ત કેળવણી નિરીક્ષક-માંડવી)ના પતિ, સ્વ. નૌતમબેન ઈશ્વરલાલ દવે, સ્વ. કાંતિલાલ છગનલાલ ભટ્ટના નાના ભાઈ, અનસૂયાબેન કાંતિલાલના
દિયર, જિતેન્દ્ર કાંતિલાલ ભટ્ટ (દુબઇ), પ્રકાશ કાંતિલાલ ભટ્ટના કાકા, દેવલબેન જિતેન્દ્ર ભટ્ટ
(વિષ્ણુધર્મ સ્કૂલ), રીતુબેન પ્રકાશ ભટ્ટ (શ્રીજી એકેડમી-માધાપર)ના
કાકાજી, ભૂમિકા, સ્તુતિ, ધ્વનિના દાદા તા. 5-7-2025ના પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2025ના સોમવારે સાંજે 5થી 6 ભાનુકાંતભાઈ પલણ હોલ, કતિરા પાર્ટી પ્લોટ, લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ રોડ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ મોટા કરોડિયાના ચંદન (ચાંદ) માતંગ તે હંસાબેન
દેવરાજભાઇ પચાણભાઇ માતંગ (લાલણ)ના પુત્ર, પરબતભાઇ વણઝારાના નાના ભાઇના પુત્ર, સ્વ. હરિભાઇ,
શંકરભાઇ, રાજેશભાઇ, નરેશભાઇના
ભત્રીજા, દીપકભાઇ, નીતેશભાઇ, હર્ષ, પાર્થ, અયાંતના ભાઇ,
હીરાભાઇ થારૂ (બિદડા)ના દોહિત્ર, ભારૂભાઇ,
ખેતશીભાઇ, દેવાભાઇ, સ્વ.
જગદીશભાઇ થારૂના ભાણેજ તા. 6-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ નિવાસસ્થાન બી-853, રોટરીનગર, સેક્ટર-14, ગાંધીધામ ખાતે પૂર્ણ થઇ છે.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી જય શિવલાલ વેગડ (ઉ.વ. 48) તે સ્વ. શિવલાલ ખેંગારજી અને
હરિકુંવરના પુત્ર, સ્વ. ખુશાલચંદ્ર
પરસોત્તમ વેગડ, નરેન્દ્રકુમાર પોપટલાલ વેગડના ભત્રીજા,
શિરીષ, અમિત નરેન્દ્ર, જય
ખુશાલ, સપના ખુશાલ, દીપ્તિ ખુશાલ,
ચેતના અનિલભાઇ પરમાર, નેહા સંતોષભાઇ પરમારના ભાઇ,
અક્ષરના મોટાબાપા, ગોરવી, દિશા, આશુતોષ, ખુશી, કુશના મામા તા. 6-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7- 2025ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર
ક્ષત્રિય મિત્રી સમાજ ભવન, અંજાર ખાતે
ભાઇઓ-બહેનોની સંયુક્ત.
માંડવી : પુષ્પાબેન માવજી ઝાલા (ઉ.વ. 80) તે માવજીભાઇના પત્ની, સ્વ. મણિબેન મીઠુભાઇના પુત્રવધૂ, સ્વ. જયશ્રીબેન કષ્ટા, પ્રકાશના માતા, કલ્યાણી પ્રકાશ ઝાલા, હેમંત કષ્ટાના સાસુ, સ્વ. તુલસીદાસ, પુષ્પાબેન, મંજુબેન,
સ્વ. ઉષાબેનના ભાભી, રેખાબેનના જેઠાણી,
મિત્તલ, રશ્મિના મોટા સાસુ, પાર્વતીબેન વીરજી ધાયાનીના પુત્રી, કાંતિભાઇ,
જયસિંહભાઇ, હેમલતા, નિર્મલા,
ગૌરીબેનના બહેન, જયાબેન, જયશ્રીબેનના નણંદ, હીપેન, નયન,
નિશા, સોનિકાના મોટીમા, અંજલિ,
પ્રિન્સ, પૂજન, આર્યન,
ઉન્નતિના દાદી, ભાવિનના નાની તા. 6-7-2025ના અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોની
પ્રાર્થનાસભા તા. 7-7-2025ના
સોમવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ કટારિયાના વાગડ સાત ચોવીસી જૈન મહેતા
વસંતભાઇ નેમચંદભાઇ તે વર્ષાબેનના પતિ, રાકેશ (પદમાવતી એજન્સી-જથ્થાબંધ બજાર), હિરેનભાઇ (ધરણેન્દ્ર
એજન્સી-જથ્થાબંધ બજાર), હર્ષભાઇના પિતા તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-7-2025ના સવારે 10.30થી 12 યક્ષ મંદિર હોલ, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : માનબાઇ સીજુ (ઉ.વ. 52) તે ખીમજી લાલજીના પત્ની, મુલબાઇ લાલજીના પુત્રવધૂ, જિતેન્દ્ર, ભાવેશ (ભોપા), દીપકના
માતા, રવજી સામજી, કરશન પેથા, ખેંગાર પેથા, વેરશી પેથાના નાના ભાઇના પત્ની,
બાબુલાલ સામજી, હેમાબેન વાલજી ભદ્રુ (ભુજ),
સ્વ. અમરત લાલજી, સ્વ. હિરૂબેન લાલજીના ભાભી,
નર્મદા, સવિતાના સાસુ, હેન્સી,
ટ્રીશાના દાદી, કાનજી, જયેશ,
ગિરીશ, મુકેશ, વેલજીના કાકી,
સ્વ. નારાણભાઇ પૂંજાભાઇ મેરિયા અને ગં.સ્વ. કાનબાઇ (રામપર-રોહા)ના પુત્રી,
મગન, ઉમર, પરબત, દેવજી, કાનજી ખીમજી મેરિયા, ગોરબાઇ
દામજી બડિયા (વિરાણી)ના બહેન, ડાયાલાલ પૂંજાના ભત્રીજી,
રામજી વેલજી સીજુ (વાયોર)ના ભાણેજી, વિક્રમ,
વિજય, પ્રિયાના મામી તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
10-7-2025ના ગુરુવારે સાંજે, ઘડાઢોળ તા. 11-7-2025ના શુક્રવારે સવારે 5 કલાકે નિવાસસ્થાન, માનકૂવા ખાતે.
નાગલપર (તા. માંડવી) : હીરાલાલ ગાવિંદજી પેથાણી (ઉ.વ. 88) (પી.ડબલ્યુ.ડી.ના નિવૃત્ત ડ્રાઈવર)
તે સ્વ. મણિબાઈ ગોવિંદજીના પુત્ર, સ્વ.
શાન્તાબેન / સ્વ. કેશરબેનના પતિ, સ્વ. સામજી, શંભુલાલના મોટા ભાઈ, સ્વ. અતુલ, ઉમેશ, કમલેશ, ભારતી, પ્રીતિના પિતા, વિમળાબેન, ઈન્દિરાબેન,
દક્ષાબેન, નવીનભાઈના સસરા, તનુ, દીપિકા, ઉર્વિ, નેહા, મૈત્રી, મયંક, દેવના દાદા, હેનીતના નાના, વનિતાબેન,
ગંગાબેનના જેઠ, લતા, મીતા,
ભાવિની, દીપલ, રાજેશ,
હેમલના કાકા, વેલજીના ભત્રીજા, સ્વ. લક્ષ્મીબાઈ મીઠુભાઈ કેશવાણી (પત્રી)ના જમાઈ, જેન્તીલાલ,
સ્વ. કેશરબેન, સ્વ. ઝવેરબેન, રાધાબેનના બનેવી, જયાબેન જેન્તીલાલના નણદોઈ, સુનીલ, હિરેન, કલ્પના ફુઆ,
સ્વ. શંકરજી, સ્વ. નારાણજી, સ્વ. કરશનજીના સાઢુ ભાઈ, ભાઈલાલ, હીરાલાલ, હરેશ, શાંતિ, સુરેશ, શૈલેશ, સ્વ. દિનેશના માસા
તા. 6-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 8-7-2025ના મંગળવારે બપોરે 3થી 5 નાગેશ્વર મહાદેવ મંદિર, નાગલપર ખાતે.
મોટી રાયણ (તા. માંડવી) : જુણેજા રિઝવાનાબાનુ ગનીમામદ ગોવાર
(ઉ.વ. 33) તે વસીમ, મોહસીનના બહેન, ઉમર મામદ,
આધમ મામદના ભત્રીજી, મ. જુણેજા ઈશાક અબ્દુલ્લાહ
(બાયઠ)ના દોહિત્રી, જુણેજા હુસેન ઈશાક, સતાર ઈશાકના ભાણેજી તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-7-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 જામા મસ્જિદ, રાયણ ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : ધનજીભાઇ માવજીભાઇ (ઉ.વ. 90) તે ખીમજી, દેવજી, હીરજી,
રાધાબાઇ, કેસરબાઇ, પ્રેમબાઇના
પિતા, રાધાબાઇ, ધનબાઇના સસરા તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(બેસણું) તા. 7-7-2025ના સોમવારે સવારે 7થી 8 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર (નવાવાસ) રામપર અને બહેનો માટે
નિવાસસ્થાને.
લુડવા (તા. માંડવી) : મેવાડા સુથાર મોહનલાલ પ્રાગજી વાઘમાર
(ઉ.વ. 58) તે સ્વ. સાકરબેન પ્રાગજી વાઘમારના
પુત્ર, જશોદાબેનના પતિ, દિનેશભાઈ,
ઈશ્વરભાઈ (નારાણપર પસાયતી), મણિબેન લખમશી લિમડા
(રસલિયા), દમયંતીબેન કાંતિલાલ (નેત્રા)ના ભાઈ, નિશાબેન બિપિનકુમાર (ગોવા), જિતેશ, દીપેશના પિતા, યોગેશ, ગીતાબેન અરાવિંદ
(મિરજાપર), શ્વેતાબેન દીપેશકુમાર (અંજાર), અંકિતાબેન દીક્ષિત (ટાન્ઝાનિયા)ના કાકા, દીપાલીબેન કેતનકુમાર
(મુંબઈ), દિવ્યાબેન કરણકુમાર (દેવપર-ગઢ), પ્રિતેશના મોટાબાપા, સ્વ. લધારામ શિવજી (નેત્રા)ના જમાઈ
તા. 6-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-7-2025ના બુધવારે સવારે 9થી સાંજે 5 લુડવા ઉમિયા માતાજી મંદિર, અંબિકાધામની બાજુમાં, લુડવા ખાતે.
અમદાવાદ : મૂળ અંજારના નરેન્દ્ર દેવરામ વરૂ (ઉ.વ. 78) તે સ્વ. દેવરામભાઇ ડાહ્યાભાઇ
વરૂ (કચ્છમિત્ર)ના પુત્ર, સરસ્વતીબેનના
પતિ, પૂર્વી, કેતન, ધવલના પિતા, સુનીલકુમાર, પૂજા,
ઉર્મિના સસરા, માહીના દાદા, વેદના નાના, સ્વ. શિવકુમાર, સ્વ.
શાંતિકુમાર, સ્વ. રસીલાબેન, સ્વ. દેવેન્દ્રભાઇ,
જિતેન્દ્રભાઇ, દિવ્યાબેનના ભાઇ, સ્વ. ઉષાબેન, દિવાળીબેનના દિયર, સુશીલાબેનના જેઠ તા. 6-7-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 7-7-2025ના સવારે 10 કલાકે નિવાસસ્થાન એ-107, ચારિત્ર, સિમંધર સિટી, અડાલજથી
નીકળશે.
ઘાટકોપર (મુંબઇ) : મૂળ ભુજના રાજેન શશિકાંત શાહ (ઉ.વ. 58) તે ગં.સ્વ. કલાબેન શશિકાંત
વાડીલાલના પુત્ર, સીમાના પતિ,
મિનલ, જયના પિતા, સંગીતા
સંજય શાહ, પૂર્વી સચિન દફતરીના ભાઇ, સ્વ.
મૃદુલાબેન મણિલાલભાઇ ખંડોર (માંડવી)ના જમાઇ, સ્વ. અમિતભાઇના સાળા
તા. 6-7-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 7-7-2025ના સોમવારે સવારે 7.30 કલાકે નિવાસસ્થાનેથી સોમૈયા
સ્મશાન, ઘાટકોપર (ઇસ્ટ) જશે. પ્રાર્થનાસભા તા. 8-7-2025ના મંગળવારે બપોરે 3થી 5 પારસધામ, વલ્લભ
બાગ લેન, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ) ખાતે.