• ગુરુવાર, 03 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર ગં.સ્વ. ભાનુમતી (બબીબેન) (ઉ.વ. 85) તે સ્વ. હરિપ્રસાદ નાનાલાલ પટ્ટણીના પત્ની, સ્વ. જયસુખલાલ જયશંકર હાથીના પુત્રી, હર્ષા રસેન્દુ છાયા (ઈન્દ્રાબાઈ સ્કૂલ), અનુપમ (કેપીટી), તુષાર (કે.ડી.સી.સી.), પરાગ (સુરભિ શિપિંગ)ના માતા, સ્વ. દિનેશચંદ્ર જયસુખલાલ હાથીના બહેન, સ્વ. કૃષ્ણલાલ નાનાલાલ પટ્ટણીના ભાભી, વ્યાપ્તિ, સ્વ. ફાલ્ગુની, મહિમ્નાના સાસુ, સ્વ. પરિન્દા, કુશલ, વેદાંત, હાર્દના દાદી, ઝલક, ગતિના નાની તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-7- 2025ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન ગેરવાળી વંડીથી સ્વર્ગપ્રયાણધામ (ખારીનદી) જશે.

ભુજ : હાલે માધાપરના ગં.સ્વ. ભારતીબેન નવીનચંદ્ર પરમાર (ઉ.વ. 65) તે સ્વ. નવીનચંદ્ર એલ. પરમાર (રાજપૂત) (નિવૃત્ત એએસઆઇ)ના પત્ની, સ્વ. લક્ષ્મીબેન લક્ષ્મણભાઇ પરમારના પુત્રવધૂ તા. 30-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-7-2025ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ હળવદના ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ વિનોદરાય ઉમિયાશંકર શુક્લ (ઉ.વ. 90) તે સ્વ. દિવાળીબેનના પુત્ર, સ્વ.  તુલજાશંકર, સ્વ. લાભશંકર, સ્વ. પ્રમોદરાય, સ્વ. છોટાલાલના નાના ભાઇ, સ્વ. મંજુલાબેન, હેમલતાબેનના દિયર, રાજેશ, જયેશ, રજની, પરેશ, હિતેષ, ભદ્રા, સ્વ. નયના, પલ્લવી, રશ્મિના કાકા, સ્વ. આરાધનાબેન, ભાવનાબેન, સ્નેહાબેન, ખુશ્બૂબેન, હિતેષકુમાર, શશાંકકુમાર, અનુરાગકુમારના કાકાજી સસરા, સાવન, દર્શક, ઓમ, રિદ્ધિ, ભવ્યના દાદા, વિધિ, ખુશ, હિતાર્થઅંજલિ, જુહી, ઉર્વીના નાના, પ્રાંશીના પરદાદા તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-7-2025ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી, શિવકૃપાનગર, માંડવી ઓક્ટ્રોય પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ બાગના રાજગોર લક્ષ્મીદાસ ગોવિંદજી (મોતા) (ઉ.વ. 69) તે સ્વ. દેવકાબેન ગોવિંદજી (બચુ હંસરાજ) મોતાના પુત્ર, રંજનબેનના પતિ, કેતન, હેતલ, મિત્તલના પિતા, કોમલ કેતન મોતા, નિકુલ હરીશ આશારિયા, ભાવિક નાનાલાલ માકાણીના સસરા, સ્વ. પુષ્પાબેન શંભુલાલ જેસરેગોર (ભુજપુર)ના જમાઇ, રમીલાબેન મગનલાલ ભટ્ટ, મંજુલાબેન મોહનલાલ જેસરેગોર, બાળાબેન જગદીશ જેસરેગોર, રતનબેન નવીનચંદ્ર કેશવાણીના ભાઇ, ગગુ હંસરાજ, મેઘજી હંસરાજ, પ્રેમજી હંસરાજના ભત્રીજા, પાર્વતીબેન ઝવેરીલાલ ઉગાણી, સ્વ. પ્રવીણ, રમેશ, સ્વ. કાન્તિ, તનસુખના બનેવી, સ્વ. કરશનજી, સ્વ. કલ્યાણજી, હરિભાઇ, લાભશંકર, રમેશ, સ્વ. સુરેશ, રતિલાલના કાકાઇ ભાઇ, પ્રિયલ, હર્સી, ધ્યાનાના દાદા, મિધિલ, હરશિવના નાના તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે સાંજે 4થી 5.30 રાજગોર સમાજવાડી, સરપટ ગેટ બહાર, ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ મોટી ખેડોઇના જીતુભા હમીરજી જાડેજા (ભવાની રોડવેઝવાળા) (ઉ.વ. 81) તે સ્વ. જખુભા હમીરજી જાડેજા, સજ્જનાસિંહ હમીરજી જાડેજા (ભુજ)ના ભાઇ, મયૂરાસિંહના પિતા, ઘનશ્યામાસિંહ જખુભા, અનિરુદ્ધાસિંહ જખુભાના કાકા, ઉદયાસિંહ સજ્જનાસિંહ, રાજદીપાસિંહ સજ્જનાસિંહના મોટા બાપુ, સુર્યાંશાસિંહ, યોગીરાજાસિંહ, શૌર્યરાજાસિંહના દાદા તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શક્તિનગર, ગાંધીધામ ખાતે ભાઇઓ-બહેનોની સાથે.

અંજાર : મૂળ ફતેહગઢના નાથબાવા માયાનાથ રામનાથ (ઉ.વ. 42) તા. 30-6-2025ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 12-7-2025ના શનિવારે નિવાસસ્થાન ઓમનગર ખાતે.

નખત્રાણા : ભરતભાઈ દેવશીભાઈ નાથાણી (રામાણી) (ઉ.વ. 45) તે દેવશીભાઈ ગોપાલભાઈ નાથાણીના પુત્ર, મોહનભાઈ, દમયંતીબેન (મુંબઈ), હિનાબેન (નખત્રાણા)ના નાના ભાઈ, પાર્થ, કિશનના કાકા, સ્વ. જીવરાજભાઈ, સામજીભાઈ, જેઠાભાઈના ભત્રીજા, મનસુખભાઈ, નરેન્દ્રભાઈ, પુષ્પાબેન, ધીરજભાઈ, રાજેશભાઈ, કીર્તિભાઈના કાકાઈ ભાઈ તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-7 અને 4-7-2025 ગુરુ અને શુક્રવારે નિવાસસ્થાન ફોરેસ્ટ કોલોની સામે, બેરૂ રોડ ખાતે તથા પ્રાર્થનાસભા તા. 5-7-2025ના શનિવારે બપોરે 3.30થી 5.30 પાટીદાર સમાજવાડી નંબર 1, નવાવાસ, નખત્રાણા ખાતે.

નખત્રાણા : જોગી વેરસી લધારામ (નિવૃત્ત પીજીવીસીએલ-રવાપર) (ઉ.વ. 63) તે સ્વ. પુરબાઇ લધારામના પુત્ર, માનબાઇના પતિ, ભાવના, રસીલા, પરેશ, શાન્તિલાલના પિતા, નરસિંહભાઇ (પીજીવીસીએલ-નખત્રાણા), રામાબાઇ જેઠાભાઇ (નખત્રાણા), મેગબાઇ દેવશી (જતાવીરા), લખમશી મૂલજી (સુખપર, પીજીવીસીએલ-ગેટકો), કારાલાલ, સ્વ. વેલજી, સ્વ. રમેશ, સ્વ. લખુભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. હરિલાલ, સ્વ. પ્રેમજીભાઇ, અરજણભાઇ, સ્વ. કાંતિભાઇના ભાઇ, સોનીબાઇના જેઠ, પ્રકાશ, હિતેષ, પ્રતિમા સચિન (કોડાય)ના મોટાબાપા, જિતેન્દ્ર, નરસિંહ, દેવજી, મુકેશ, ભરત (ભોલો)ના કાકા તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 12-7-2025ના, બારસ-પાણી તા. 13-7-2025ના નિવાસસ્થાન નવાવાસ, નખત્રાણા ખાતે.

ભારાપર (તા. ભુજ) : જુમા લધુ આયડી તે ધારબાઇના પતિ, અરજણ કાનજી (મેઘપર)ના જમાઇ, દેવરાજ, લક્ષ્મણ, શાન્તા, માનબાઇના પિતા, સ્વ. આતુ, ડાયાભાઇ, લક્ષ્મીબેન, બાયાબાઇ, ખીમજીભાઇ (ગાંધીધામ), રામજીભાઇના સસરા, શંકર, જયેશ, દિનેશ, નીતિન, કાન્તાબાઇ, સવિતાબાઇ, ગીતાબાઇ, ગંગાબાઇ, વનિતાબેનના દાદા અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-7-2025ના આગરી તથા તા. 4-7-2025ના પાણીયારો.

કોડાય (તા. માંડવી) : ધનબાઇ વાલજી ગઢવી (કારિયા) (ઉ.વ. 34) તે દેશાબાઇ વાલજી કારિયાના પુત્રી, ભરત, હીરબાઇ, કમશ્રીબેનના બહેન, હરજીભાઇ ગઢવી (ભાડા), નારાણભાઇ ગઢવી (ભાડા)ના ભાણેજી તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2, 3, 4-7-2025 (ત્રણ દિવસ) તથા ઉત્તરક્રિયા તા. 12-7-2025ના શનિવારે નિવાસસ્થાને સોનલનગર, ચારણવાસ, કોડાય ખાતે.

ત્રગડી (તા. માંડવી) : પ્રભુભા કાનજીભા જાડેજા (ઉ.વ. 66) તે ધર્મેન્દ્રાસિંહના પિતા, સૂર્યદીપાસિંહના દાદા, સ્વ. વેસુભા, લખુભા, રવુભા, બટુકાસિંહ, સ્વ. કલુભા, હઠુભા, નટુભા, વજુભા, દીપુભા, ખેતુભા, નવુભાના ભાઈ, કિરીટાસિંહ, મહેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહ, મહાવીરાસિંહ, ભરતાસિંહ, મહિપતાસિંહ, પ્રતાપાસિંહ, કુલદીપાસિંહના કાકા, વનરાજાસિંહ, જિતેન્દ્રાસિંહ, શક્તાસિંહ, હરપાલાસિંહ, બળદેવાસિંહ, જગદીશાસિંહના મોટાબાપુ તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-7-2025 ગુરુવારથી તા. 7-7-2025 સોમવાર સુધી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે તથા ઉત્તરક્રિયા તા. 13-7-2025ના રવિવારે નિવાસસ્થાને.

પુનડી (તા. માંડવી) : સમેજા રમજુ ભચુ (નિવૃત્ત પીડબલ્યુડી) તે સિકંદર સમેજા (મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ), સાહિલના પિતા, મ. હાજી કાસમ હિંગોરજાના જમાઈ, સમેજા લતિફ, અમીનાબાઈ, મ. સરીફાબેન, અજમતબેનના ભાઈ તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-7-2025ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, પુનડી ખાતે.

ખોંભડી મોટી (તા. નખત્રાણા) : ગંગાબેન રાજાભાઇ કઢિયા (ઉ.વ. 82) તે રાજા સુમારના પત્ની, સ્વ. રામજીભાઇ, છગનલાલ (કાનજી), વેલબાઇ ખીમજી (પાનધ્રો), ભાવનાબેન સ્વ. ઝવેરભાઇ, સવિતાબેન કાંતિલાલ (મોડાસા)ના માતા, મંજુલાબેન (માધાપર), ભારતીબેન (વાયોર), ભાનુબેન, શારદાબેન (માધાપર), નીલેશ, મયૂર, અશોક, રેખાબેનના દાદી, રમીલાબેન, કાન્તાબેનના સાસુ, શંકરભાઇ પચાણભાઇ (ભડલી)ના મોટીમા, કાર્તિક, નંદનીના પરદાદી, બાબુલાલ, જેન્તીલાલ, પ્રવીણ (વિગોડી)ના ફઇ, રામજીભાઇ, ખીમજીભાઇ, દિનેશ (ઘડુલી)ના વેવાણ, પરમાબેન (ભડલી), હંસાબેન (દેવપર-યક્ષ)ના બહેન તા. 30-6-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 10-7-2025ના સાંજે આગરી અને તા. 11-7-2025ના સવારે પાણીયારો.

લક્ષ્મીપર (તરા-મંજલ) (તા. નખત્રાણા) : સમેજા હુરબાઇ હાજી ઓસમાણ (ઉ.વ. 90) તે મ. સમેજા હાજી અબ્દુલા, હુશેન, હાજી ભચુ  અનવર, આધમ, હાજી હબીબ, સિધિક, શરીફા, જુલેખાના માતા, હાજી હુશેન, હાજી ભટ્ટીના સાસુ તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-7-2025ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, લક્ષ્મીપર (તરા-મંજલ) ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : મંધરા હાજી જુસબ સાલેમામધ (બકાલાવાળા) (ઉ.વ. 48) તે ઇશાક (એ ટુ ઝેડ હાર્ડવેર)ના ભાઇ, સદામ અને મહમદ હસનના પિતા તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-7-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 જામા મસ્જિદ, વરાડિયા ખાતે.

રાજકોટ : ચેતન ભટ્ટ (ઉ.વ. 49) (રત્નાકર જ્વેલર્સવાળા) તે છોટાલાલ ભટ્ટના પુત્ર, સોનલબેનના પતિ, અમિતભાઇ, જિજ્ઞેશભાઇના મોટા ભાઇ, સિદ્ધ, શૈલજા, દિવીજાના પિતા, રાહીલના સસરા, સ્વ. હસમુખરાય કરુણાશંકર ઠાકર (ઠાકર લોજ ગ્રુપ-મોરબી)ના જમાઇ, ગોપાલભાઇ, રોહિતભાઇ, પીયૂષભાઇના બનેવી તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-7-2025ના ગુરુવારે સાંજે 4થી 6 રાષ્ટ્રીય શાળા, ડો. યાજ્ઞિક રોડ, શેરી નં. 1, રમેશભાઇ છાયા સ્કૂલની પાછળ, રાજકોટ ખાતે.

ખેડબ્રહ્મા : પ.ક.મ.ક.સ.સુ. જ્ઞાતિ મકવાણા લક્ષ્મીબાઇ જાદવજી (ઉ.વ. 93) તે  સ્વ. જાદવજી ગોપાલજીના પત્ની, સ્વ. રંજનબેન (વિથોણ), હીરાલાલભાઇ (ગાંધીધામ), સ્વ. ગુલાબભાઇ (દેવપર), ઇશ્વરભાઇ (દેવપર), શંભુભાઇ (ખેડબ્રહ્મા)ના માતા, કાકુભાઇ ગોપાલજી (ડોણ)ના ભાઇના પત્ની, બબીબાઇના દેરાણી, સ્વ. ચંદુલાલ, લીલાવંતીબેન (વિથોણ), સ્વ. નવીનભાઇ, વનિતાબેન (નખત્રાણા), ઝવેરીલાલ, જોશનાબેન (બળદિયા)ના કાકી, સ્વ. પ્રાગજી લાલજી (વિથોણ), ચંદ્રિકાબેન, ગં.સ્વ. લીલાવંતીબેન, વસંતીબેન, નીતાબેનના સાસુ, દક્ષાબેન (દેશલપર), રશ્મિબેન (નેત્રા), હસ્મિતાબેન (મથલ), પરેશ, ઉત્તમ, નિલમબેન (દેવપર), અશ્વિન, રેખાબેન (ભુજ), જયેશ, ધર્મિષ્ઠાબેન (મુંબઇ), બંસી, સ્વ. ચાંદનીબેન ધર્મેન્દ્ર, ધવલ, વિરલ, તનિષના દાદી, નરેન્દ્ર, ભાવનાબેન (મુંદરા), નીતિનના નાની, પૂજા, હીરલ, પૂજા, મિત્તલ, હેમાની, ઉષ્માના દાદીસાસુ, ખનક, આર્ય, રુદ્ર, રૂહાન, સિદ્ધાર્થના પરદાદી, સ્વ. દેવકાબેન શિવજી (ડુમરા)ના પુત્રી, સ્વ. પોપટલાલ, હીરાલાલ, સ્વ. હીરબાઇ કાનજી ચૌહાણ (નારણપર), રતનબેન ભાઇલાલ મોઢ (ગોધરા), ઉર્મિલાબેન શિવજી ચૌહાણ (નલિયા)ના બહેન તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે બપોરે 3થી 4 માણેકનાથ મંદિર, ખેડબ્રહ્મા (ઉ.ગુ.) ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ કચ્છ-ખારઇના શારદાબેન (ઉ.વ. 80) તે સ્વ. લીલાધર અરજણ ભીંડેના પત્ની, રુક્ષ્મણિબેન કાશીરામ રાયમંગ્યાના પુત્રી, તરુણભાઇ, યોગેશભાઇ, નીતાબેનના માતા, જ્યોતિબેન, ભૂમિકાબેન, રાજેશભાઇના સાસુ, જિજ્ઞેશ, સંકેત, શ્રુતિના દાદી, યોગિની, જીનલના દાદીસાસુ, યાયિન, હિયાના પરદાદી, સ્વ. પ્રભાબેન સુંદરજીભાઇના દેરાણી, સ્વ. શારદાબેન વાલજીભાઇના જેઠાણી, સ્વ. ગોવિંદજીભાઇ, સ્વ. કાન્તાબેન, સ્વ. અમૃતલાલ, સ્વ. મણિબેન, સ્વ. દયાળજીભાઇના બહેન, સ્વ. લક્ષ્મીબેન શંકરલાલ ગણાત્રા, સ્વ. ગોદાવરીબેન સુરેશભાઇ મહિધરના ભાભી તા. 30-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-6-2025ના ગુરુવારે સાંજે 5.30થી 7 ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd