• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

સોનિયા ગાંધીનાં પુસ્તક પર સર્જાયો વિવાદ

મુંબઈ, તા. 18 : સોનિયા ગાંધીએ પોતાનાં જીવન અને ગાંધી પરિવારની સાચી હકીકતો લોકો સમક્ષ મૂકવા લખેલાં પુસ્તક `િબલોન્ગિંગ : અ જર્ની ઓફ લવ' પર વિવાદ સર્જાયો છે. શિવસેનાએ જાહેરમાં આ પુસ્તકના પાનાં ફાડયાં હતાં અને સોનિયા ગાંધી પર સાવરકર અને મરાઠી અસ્મિતાનાં અપમાનનો આરોપ લગાવી આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ સાથે કોંગ્રેસ સાથે સંકળાયેલા પક્ષો વાયએસઆર અને બીઆરએસએ પણ પુસ્તકનાં લખાણ અંગે નારાજગી દર્શાવી છે. શિવસેનાએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં એવું લખાયું છે કે, આરએસએસની રાજનીતિ પ્રત્યે ઈન્દિરા ગાંધીનો વિરોધ સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ હતો. જ્યારે કોંગ્રેસના નેતાઓ બ્રિટિશ દમન અને જેલવાસ સહન કરી રહ્યા હતા, ત્યારે આરએસએસના વિનાયક દામોદર સાવરકર અંગ્રેજોને દયાની અરજીઓ લખી રહ્યા હતા. આ પુસ્તકના પૃષ્ઠ 443 પર સાવરકરના ઉલ્લેખ અંગે શિવસેનાએ આક્ષેપ કર્યો છે કે, આ એક ખોટી કથા ફેલાવવાનું ષડયંત્ર છે. દરમ્યાન, કોંગ્રેસના સાથી પક્ષ વાયએસઆર કોંગ્રેસના સાંસદ મડ્ડિલા ગુરુમૂર્તિએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સોનિયા ગાંધીએ તેમનાં પુસ્તકમાં વા.એસ. રાજશેખર રેડ્ડી (વાયએસઆર)ના યોગદાનનો ઉલ્લેખ કેમ નથી કર્યો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd