હોબાર્ટ, તા. 18: વર્લ્ડ
ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ઇંગ્લેન્ડનો 2-1થી વન ડે શ્રેણી વિજય થયો છે.
ઈંગ્લેન્ડ ટીમ વર્ષ 2018 બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર શ્રેણી વિજયનો
સ્વાદ ચાખ્યો છે. ત્રીજી અને ફાઇનલ સમાન વન ડે મેચમાં ઇંગ્લેન્ડનો 97 રને
સરળ વિજય થયો હતો. ઇંગ્લેન્ડના 328 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા ટીમ 46.પ
ઓવરમાં 231 રને
ઓલઆઉટ થઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ બેન ડકેટે 133 રનની ઝડપી ઈનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડની શરૂઆત ઝડપી રહી
હતી. પહેલી વિકેટમાં પ2 દડામાં 74 રનની ભાગીદારી થઇ હતી. બેન ડકેટે
11પ
દડામાં 1પ
ચોકકા અને 3 છકકાથી
133 રનની
આક્રમક ઇનિંગ રમી હતી. ટોમ બેંટને 44 રન કર્યાં હતા. 7મા
નંબરના વિલ જેકસે 48 દડામાં પ9 રન કર્યાં હતા. આથી ઈંગ્લેન્ડના
48.3 ઓવરમાં
328 રન
થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડે 4 અને મેટ રેનશોએ 3 વિકેટ
લીધી હતી. 329 રનના
વિજય લક્ષ્યની પીછો કરતા ઓસ્ટ્રેલિયા ટીમ 231 રન જ કરી શકી હતી. જેમાં મેટ
રેનશોના પપ રન સર્વાધિક હતા. કપ્તાન મિચેલ માર્શ 1 રને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ
તરફથી સની બેકરે 4પ રનમાં 4 વિકેટ ઝડપી હતી. લિયામ ડોસનને
3 વિકેટ
મળી હતી.