• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં પ્રગતિ

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સુરત અને બીલીમોરા વચ્ચેના પ્રથમ સેક્શનમાં 20 નવેમ્બર 2026થી ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓઅચઇ) સિસ્ટમને વીજળીથી સક્રિય (ઊક્ષયલિશતય) કરવામાં આવશે. આ પ્રોજેક્ટની પ્રગતિમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. સુરત અને બીલીમોરા વચ્ચેના આશરે 50 કિલોમીટર લાંબા આ સેક્શનમાં એલિવેટેડ ટ્રેક પર અપ અને ડાઉન એમ બંને લાઇનોનો સમાવેશ થાય છે. 508 કિલોમીટર લાંબા આ કોરિડોરમાં વીજળી પુરવઠા માટે 14 ટ્રેક્શન સબ સ્ટેશન (ટીએસએસ) બનાવવામાં આવી રહ્યાં છે. આ સબ-સ્ટેશન ગ્રીડમાંથી વીજળી મેળવશે અને તેને ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ સુધી પહોંચાડશે. સમગ્ર વીજ પુરવઠા પ્રણાલીનું મોનિટારિંગ એક કેન્દ્રીયકૃત નિયંત્રણ કેન્દ્ર દ્વારા કરવામાં આવશે, જેથી સુરક્ષિત અને અવિરત કામગીરી સુનિશ્ચિત કરી શકાય.  ઓવરહેડ વીજળી પ્રણાલીને સક્રિય કર્યા બાદ સંબંધિત સેક્શનમાં લગાવવામાં આવેલા વીજળીના તાર હંમેશાં વીજપ્રવાહિત રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd