વેલિંગ્ટન, તા. 18 : ભારત
વિરુદ્ધની પ્રથમ ટેસ્ટની પૂર્વ સંધ્યા પર કિવી કેપ્ટન ટોમ લાથમે સ્પષ્ટ કર્યું છે કે, તેની ટીમ ત્રણ નિયમિત ઝડપી બોલર અને એક ઓલરાઉન્ડર સાથે ઊતરશે. તેણે કહ્યું,
ટીમ પાસે સારા ઝડપી બોલર છે અને વર્કલોડને ધ્યાને રાખીને બોલિંગ સંયોજનમાં
ફેરફાર થતા રહેશે. મેચ અગાઉની પત્રકાર પરિષદમાં
કિવી કપ્તાન લાથમે કહ્યું કે, તેની ટીમ હાલ પૂરી શ્રેણી
પર વિચારવાના બદલે પ્રથમ ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અમારા તમામ ખેલાડી ફિટ
છે. આથી પહેલેથી એક નિશ્ચિત કરવું મુશ્કેલ છે કે, કોણ ખેલાડી
રમશે અને કોણ નહીં રમે. અમે પરિસ્થિતિ અનુસાર ટીમ સંયોજન તૈયાર કરશું. લાથમે કહ્યું,
અમે ડબ્લ્યુટીસી પોઇન્ટ ટેબલ પર નહીં, અમારા દેખાવ
પર ફોકસ કરી રહ્યા છીએ. અમે અમારા અંદાજમાં ક્રિકેટ રમશું અને જીત મેળવવા માટે સર્વશ્રેષ્ઠ
પ્રયાસ કરાશે. આ તકે લાથમે સ્વીકાર્યું કે, બુમરાહ અમારા બેટધરો
માટે મોટો પડકાર બની રહેશે. તે વર્લ્ડ કલાસ ફાસ્ટ બોલર છે. બોલને બન્ને તરફ મૂવ કરાવવાની
અને દબાણ વચ્ચે પ્રભાવી પ્રદર્શન કરવાની તેની પાસે ક્ષમતા છે. લાથમે કહ્યંy કે, ટેસ્ટ શ્રેણીમાં અમને સારી શરૂઆત કરવાનો વિશ્વાસ છે.