• શનિવાર, 14 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : કચ્છી સારસ્વત બ્રાહ્મણ કિરણભાઇ ચઠમંધરા (ઉ.વ. 62) તે સ્વ. ચંચળબેન શંભુલાલના પૌત્ર, ગં.સ્વ. નિર્મળાબેન નટવરલાલ ચઠમંધરાના  પુત્ર, સ્વ. વાલબાઇ જીવરામ રાડિયા (રામપર અબડા)ના દોહિત્ર, મનીષાબેનના પતિ, વિનયના પિતા, યુકતાબેનના સસરા, કિશોર (નગરપાલિકા), સ્વ. હરીશ, હર્ષદ (મયૂર બીડી), ગં.સ્વ. હર્ષાબેન હરેશભાઈ ધોલી (ભુજ)ના ભાઇ, ધનલક્ષ્મીબેનના દિયર, ગં.સ્વ. દક્ષાબેન, પ્રતિમાબેનના જેઠ, નિશાંત, નેહાબેનના કાકા, નમ્રતા, રાજ, હર્ષના મોટાબાપા, દિવ્યાબેન, જહાન્વીબેન, ગુંજનકુમારના કાકાજી સસરા, સ્વ. દેવજીભાઈ, સ્વ. મૂળજીભાઇ, સ્વ. માવજીભાઈ (નલિયા), સ્વ. કમળાબેન (ટપ્પર), સ્વ. પ્રવીણાબેન (ભુજ), પાર્વતીબેન (ધનાવાડા), સ્વ. નર્મદાબેન (કાદિયા)ના ભાણેજ, સોનલબેન, પંકજના મામા, રિદ્ધિબેન, મયૂરકુમાર ચંડીચઠ્ઠ (ડોંબીવલી)ના મામાજી સસરા, દિત્યા, તેજના દાદા તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક : કિશોરભાઈ-94269 29124.

ભુજ : અશોકભાઈ શાહ (કીર્તિ કન્ફેશનરી સ્ટોર્સ) (ઉ.વ. 74) તે સ્વ. ચંચળબેન નાનાલાલ શાહના પુત્ર, દક્ષાબેનના પતિ, પૂજા ગાંધી, સિદ્ધાર્થ શાહ (પૂજા ડેકોર)ના પિતા, ડો. દીપેનભાઈ ગાંધી (નાગપુર) અને નેહા શાહના સસરા, સ્વ. અરાવિંદભાઈ શાહ, સ્વ. સ્નેહલતાબેન વસંતલાલ શાહ, સ્વ. વાસંતીબેન, કીર્તિ શાહ (આકાર ઈન્જિનીયર)ના ભાઈ, સ્વ. ધનગૌરીબેન કનકલાલ સંઘવી (અંજાર)ના જમાઈ, આશાબેનના દિયર, સ્વ. જયશ્રી (પ્રોફેસર)ના જેઠ, અવનીના કાકા, જીઆન, જીનેન, ધ્વેનના દાદા, પ્રીથીવના નાના, હીનાબેન જિતેન્દ્ર શાહ (કલીકટ), સ્વ. સંજય શાહના મામા અને ગ્રીષ્માબાઈ સ્વામીના સંસાર પક્ષે મામા, હેમલતાબેન, બકુલાબેન વસંતલાલ શાહ, પ્રતિમાબેન ગિરીશભાઈ શાહ, ચાંદનીબેન કિશોરભાઈ વોરાના બનેવી, વોરા નેમચંદ તેજમલના દોહિત્ર, પૂનમભાઈ ગાંધી (નાગપુર), ભદ્રેશભાઈ શાહ (ભુજ)ના વેવાઈ તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-11-2026ના રવિવારે સાંજે 4થી 5 જૈન વંડા (ડોમ) ખાતે.

ભુજ : મૂળ આધોઇના ઠક્કર ધનગૌરીબેન નરેન્દ્રભાઇ (ઉ.વ. 73) તે સ્વ. શાંતાબેન હરિલાલ રામજી રાચ્છના પુત્રવધૂ, નરેન્દ્રભાઈના પત્ની, સ્વ. ઈશ્વરલાલ પ્રવીણભાઇના ભાઈના પત્ની, હરેશભાઈ, સ્વ. ગુણવતીબેન, સ્વ. વિજયાબેન, લતાબેન, જયશ્રીબેન, હંસાબેન, ભારતીબેન, લક્ષ્મીબેન, દમયંતીબેન, નયનાબેનના ભાભી, સ્વ. હેમલતાબેન, સ્વ. પ્રેમિલાબેનના દેરાણી, ઉષાબેનના જેઠાણી, ભાવેશ, વિજય, અશ્વિનના માતા, પ્રીતિ  અને જાનકીના સાસુ, રણછોડ નથુભાઈ પૂજારા (જંગી)ના પુત્રી, સ્વ. ભાણજીભાઈ, અમીચંદભાઈ, સ્વ. દલીચંદભાઈના બહેન, વંશિકા, સારાંશના દાદી, પંકજ, સુરેશ, મહેશ, સ્વ. શૈલેષ, નરેશ, વર્ષા, કલ્પના, હિરેન, પૂજા, શ્વેતાના કાકી, રીનાબેન, અલ્પાબેન, સોનુબેન, મેઘનાબેનના કાકીજી સાસુ તા. 9-11-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ રામચંદ્ર શિવશંકર ભટ્ટ (નિવૃત્ત પીડબલ્યુડી) (ઉ.વ. 74) તે જ્યોત્સનાબેન જેઠાલાલ પંડયાના પતિ, મનહર (પાર્લે કંપની), જાગૃતિબેન (અંજાર), હિંમતના પિતા, સ્વ. ઝવેરીલાલ ભટ્ટ, સ્વ. ઇશ્વરલાલ ભટ્ટ, સ્વ. પ્રભાબેન યમુનાશંકર ત્રવાડી, ગં.સ્વ. લક્ષ્મીબેન રમેશચંદ્ર ત્રવાડીના નાના ભાઇ, સ્વ. જેઠાલાલભાઇ રામજીભાઇ પંડયાના જમાઇ, પ્રકાશકુમાર અંબાલાલ જોષી (અંજાર), નેહાબેન, ગીતાબેનના સસરા, નેન્સી, હેમાન્સી, રિયાના દાદા, ઋષિના નાના, સ્વ. નરેન્દ્ર ભટ્ટ, સ્વ. રાજેન્દ્ર ભટ્ટ, ભરત ભટ્ટ, મહેશ ભટ્ટ, સ્વ. નરોત્તમ ભટ્ટ, સ્વ. દિલીપ ભટ્ટ, સ્વ. દમયંતીબેન, સંધ્યાબેન, સ્વ. ગીતાબેનના કાકા, ગિરીશ, પ્રકાશ, નીલેશ, પરાગ ત્રવાડીના મામા તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-11-2026ના શનિવારે સાંજે 4થી 5 માહેશ્વરી સમાજવાડી, પબુરાઇ ફળિયા, સોનીવાડ, ભુજ ખાતે.

ભુજ : નીતાબેન ઠક્કર (ચોથાણી) તે દિલીપ લીલાધર ઠક્કરના પત્ની, સ્વ. ઇન્દુબેન લીલાધરના પુત્રવધૂ, અંકિત દિલીપ ઠક્કર (આચાર્ય, શાળા નં. 2-માધાપર)ના માતા, મેઘા અંકિત ઠક્કર (ક્રિષ્ના એન્જિનીયર્સ)ના સાસુ, આરવ અંકિત ઠક્કરના દાદી, સ્વ. નર્મદાબેન એમ. સોનાગેલાના પુત્રી, નરેન્દ્રભાઇ (શંકર) મેઘજી સોનાઘેલા, બિપિન મેઘજી, સંજય મેઘજી, જયશ્રી અશ્વિનભાઇ ઠક્કરના બહેન, જ્યોતિબેન ભરતભાઇ ઠક્કરના ભાભી, રાઘવ તથા હિરલના મામી, મહેશભાઇ ઠક્કર, રીટાબેન મહેશભાઇના વેવાણ તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-11- 2026ના શનિવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી (વીબીસી), આર.ટી.ઓ. સર્કલ પાસે નીચેના હોલમાં.

ભુજ : ગં.સ્વ. કંચનબેન ઠક્કર (શેઠિયા) (ઉ.વ. 95) તે સ્વ. ધનજીભાઈ લીલાધર ઠક્કરના પત્ની, સ્વ. લીલાધર લધુભાઈ ઠક્કરના પુત્રવધૂ, સ્વ. વિશ્રામ રણમલ મજીઠિયા (લોડાઈ)ના પુત્રી, સ્વ. મધુભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ, જનકભાઈ, મુકેશભાઈ, સ્વ. તારાબેન, સ્વ. નિર્મળાબેનના માતા, સ્વ. ચત્રભુજ લીલાધર  શેઠિયાના ભાભી, સ્વ. ભીમજી વિશ્રામ મજેઠિયા (લોડાઈ)ના બહેન, સ્વ. અરૂણાબેન, હંસાબેન, શકુંતલાબેન, ભાવનાબેન, સ્વ. મનજીભાઈ કાનજીભાઈ ચોથાણી, સ્વ. ગોરધનદાસ શિવજીભાઈ માનસત્તાના સાસુ, પ્રણવ, મોહનીશ, સમીર, સ્મિત, રિશ્મા, અંજલિ, સ્વ. કોમલના દાદી, દિલીપભાઈ, જયંતભાઈ, અનિશભાઈ, હરીશભાઈ , હસમુખભાઈ, તરુલતાબેન, બીનાબેન, હર્ષાબેનના નાની, જિજ્ઞાબેન, ચાંદનીબેન, ભક્તિબેન, કૌશલભાઈના દાદીસાસુ , રુદ્ર, રૂષિલ, નક્ષ, પ્રત્યુષના પરદાદી અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ ભૈરૈયા (તા. માંડવી)ના જાનબાઈ ભગત (ઉ.વ. 95) તે સ્વ. હરજી અબજી ભગતના પત્ની, ડાયાલાલ હરજી ભગત, ભાઇલાલ હરજી ભગત (મોડાસા), નર્મદાબેન રામજીભાઈ સેંઘાણી, હંસાબેન ઝવેરી માકાણી, લક્ષ્મીબેન ભરતભાઈ ઉકાણીના માતા, મંગલેશ ડાયાલાલભાઈ ભગત (મુંદરા), કંચનબેન રાજેશ પોકાર, મહેશભાઈ ડાયાલાલ ભગત (ભુજ), પાર્થ ભાઇલાલ ભગત, વંદના, શ્વેતા, કૃપાબેનના દાદી, મોંઘીબેન  ડાયાલાલ, જયશ્રીબેન ભાઇલાલના સાસુ, પાર્વતીબેન મંગલેશ, ચંદ્રિકાબેન મહેશના દાદીસાસુ, સ્વ. ભીમજી અબજી ભગત, સ્વ. દેવજી અબજી ભગત, સ્વ. મનજી કરશન ભગત, જશુબેન કરશન વાસાણી (વડવા), કંકુબેન રામજી દિવાણી (મુંબઈ)ના ભાભી, સ્વ. ગોમતીબેન નાનજી લધા (દડગા-મોમાયમોરા)ના પુત્રી, રાજેન્દ્ર, ભાવિક, અંકિત, સુમિતના દાદીસાસુ, શિવમ, માનવ, ઝંખના, દૃષ્ટિના પરદાદી, હર્ષલ શિવમના પરદાદી સાસુ તા. 11-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-11-2026ના બપોરે 2.30થી 5 પાટીદાર સમાજવાડી, ભેરૈયા ખાતે.

ભુજ : સુમરા આમદ ઇબ્રાહિમ (ઉ.વ. 63) તે સુલેમાન અને હશેનના પિતા, શબ્બીરના સસરા, જુસબ, અબ્દુલકાદર, ઇસ્માઇલ (હાજી), મહંમદરફીકના ભાઇ તા. 10-11-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : ફકીર જમીલાબેન ઇકબાલ (ઉ.વ. 35) તે ફકીર ઇકબાલ રમજુના પત્ની, સુફિયા, અલફિયા, મન્નત, અકસાના માતા, સોઢા અલીમામદ નૂરમામદના પુત્રી, શબ્બીર, અનવર, કાદર, દિલાવરના બહેન, કાસમ ફકીરમામદના ભાભી, હનીફ નૂરમામદ, જાનમામદ નૂરમામદના ભત્રીજી, સાજીદ, ફૈઝાન, સાહિલ, સમીરના કાકી તા. 11-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 ઉસ્માનિયા મસ્જિદ, રહીમનગર, ભુજ ખાતે.

આદિપુર : મૂળ ખંભરાના આત્મારામ ખોખર (ઉ.વ. 63) તે સ્વ. રાજીબેન અને વરજાંગ ખોખરના પુત્ર, ભાનુબેનના પતિ, રાહુલ, રમેશના પિતા, ગાંગજીભાઈ, સ્વ. રાયશીભાઈ, દેવજીભાઈ, મગનલાલ, સુમારભાઈ, ગં.સ્વ. લક્ષ્મીબેન લાલજી પઢિયાર, ગં.સ્વ. સોનાબેન ધનજી લોચાના ભાઈ, સ્વ. ઉમરાબેન અને જેઠાભાઈ દેશર સીજુ (બિબ્બર)ના જમાઈ, હીરાલાલ જેઠાભાઈ, કાનજીભાઈ જેઠાભાઈના બનેવી, હિમાબેન, ગં.સ્વ. ભચીબેન, નાથીબેન, શાન્તાબેન, હિરૂબેનના દિયર, મહેશ, લક્ષ્મણ, જગદીશ, મુકેશ, સ્વ. કમલેશ, દીપક, અજય, નિખિલના કાકા, મંજુલાબેન, વેલાબેન, મીનાબેન, લક્ષ્મીબેન, જાગુબેન, ભાવનાબેન, આરતીબેનના સસરા, ગં.સ્વ. રામીબેન નારાણ કોચરાણીના વેવાઈ, રોહિત, રિયા,ખુશાલી, ધૈર્ય, આદિત્ય, દરસીત, નાયરાના દાદા તા. 11-11-2026ના અવસાન પામ્યા છે ધાર્મિકક્રિયા તા. 15-11-2026ના રવિવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 16-11-2026ના સોમવારે સવારે નિવાસસ્થાને પ્લોટ નં. 14, ભક્તિ નગર-2, આદિપુર ખાતે.

માંડવી : મૂળ ગોધરાના કચ્છી રાજગોર જવેરબેન પ્રાણજીવન જેઠાલાલ ભટ્ટ (ઉ.વ. 76) તે સ્વ. ગંગાબાઈ જેઠાલાલ માવજી ભટ્ટના પુત્રવધૂ, વિજય, હીના, મનીષા, હર્ષા, સંદીપના માતા, ગીતાબેન, રાખીબેન, સ્વ. રાજેશભાઈ માકાણી (દેવપર), ગોપાલભાઈ માકાણી (ના. સરોવર), પીયૂષભાઈ નાકર (મુંબઈ)ના સાસુ, ગં.સ્વ. સાવિત્રીબેન રામજી ભટ્ટના દેરાણી, પ્રવીણાબેન હિંમતભાઈ પેથાણી, વાસંતીબેન પ્રવીણભાઈ મોતા, દીપક, સ્વ. પરેશના કાકી, રૂપલબેન (જુલી)ના કાકીસાસુ, સ્વ. મણિબેન રેવાશંકર માકાણી (તેરા), સ્વ. ચંચળબેન નરભેરામ નાકર (વસઈ), હસ્તાબેન રતિલાલ પેથાણી (વાડાપદ્ધર), કલાવંતીબેન નીતિનભાઈ પેથાણી (સાંયરા), હેમલતાબેન મહેશભાઈ માકાણી (ડુમરા)ના ભાભી, સ્વ. સાકરબાઈ સુંદરજી ભાણજી મોતા (બાગ)ના પુત્રી, સ્વ. કરશનદાસ, સ્વ. હરિશંકર, મુરજી, હીરાલાલના બહેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. ભાનુબેન, નવલબેન, સ્વ. જયાબેનના નણંદ, સ્વ. મણિશંકર, સ્વ. રામજી, સ્વ. પ્રભાશંકર, ભવાનજી (હમલા-મંઝલ), હીરબાઇ જમનાદાસ ઉગાણીના ભાણેજી, રિદ્ધિ, રાજ, જુગલના દાદી, પૂજા, ચાર્મી, હિત, જેનિલ, જીતના નાની તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક : વિજયભાઈ- 94090 87435, સંદીપભાઈ-91069 80235.

મુંદરા : ખારવા મણિબેન પરમાર (ઉ.વ. 72) તે સ્વ. જનકભાઈ ભાણજીભાઈ પરમારના પત્ની, સ્વ. રાધાબેન ભાણજીભાઈ પરમારના પુત્રવધૂ, સ્વ. લાધીબેન રણછોડભાઈ કસ્તુરિયાના પુત્રી, ઉમેશભાઈ, ગૌરીબેન, ધર્મિષ્ટાબેનના માતા, લક્ષ્મણભાઈ, શંકરભાઈ, રમેશભાઈ, ગં.સ્વ. ભાનુબેન (માંડવી), ગં.સ્વ. સરોજબેન (દ્વારકા), ગં.સ્વ. પ્રભાબેન, સુશીલાબેન, કસ્તૂરબેન (માંડવી)ના ભાભી, રિદ્ધિ તથા પ્રિન્સના દાદી, જિજ્ઞેશભાઈ બંદરીમાલમ, કલ્પેશભાઈ ઝાલા, ઉષાબેનના સાસુ, કરણ, જાનવી, વિધિ, શુભના નાની, ધવલભાઈ, કરણ, હિત, આકાશ, ભાવિની, નેહા, પ્રિયા, ખુશીના મોટીમા, સ્વ. દામજીભાઈ, સ્વ. શિવજીભાઈ, સ્વ. જેઠીબેન, સ્વ. જમુબેન, સ્વ. કેસરબેન, ગં.સ્વ. કબીબેન (માંડવી)ના બહેન તા. 12-11-2026ના અવસાન પામ્યા છે.

મિરજાપર (તા. ભુજ) : હાલે લંડન મ.ક.સ.સુ. દરજી જયાબેન પરમાર (ઉ.વ. 93) તે સ્વ. નાનાલાલ ગોવિંદજીના પત્ની, મણિબેન ગોવિંદજીના પુત્રવધૂ, સ્વ. કંકુબેન હંસરાજ ચાવડા (માંડવી)ના પુત્રી, હંસાબેનના સાસુ, સ્વ. ઇશ્વરલાલ (માંડવી), સ્વ. નારાણદાસ (માંડવી), સ્વ. લક્ષ્મીબેન (અમદાવાદ), સ્વ. અનસૂયાબેન (ભુજ)ના બહેન, ગં.સ્વ. કસ્તૂરબેન (સુખપર), સ્વ. લાભુબેન (મિરજાપર), સ્વ. શાંતિલાલ (મિરજાપર), લક્ષ્મીબેન (અંજાર)ના ભાભી, ગં.સ્વ. ઉર્મિલાબેનના જેઠાણી, ઉષાબેન સૂર્યકાંત પીઠડિયા (અંજાર), બિપિન, સ્વ. દક્ષાબેન, સ્વ. જયશ્રીબેન પ્રવીણ ચાવડા (ભુજ)ના માતા, જયેશ, અલ્પા, શિલ્પાના મોટાબા, ગીતાના મોટા સાસુ, હેન્સી રિશી ભંડેરી (લંડન), ડિમ્પલ, દિવેશના દાદી, પ્રીતિ, હિરેન, જીમલ, કેવિન, કોમલ, દર્શનના નાની, રાજન, પ્રિશાના મોટા દાદી તા. 11-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-11- 2026ના શનિવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર, મિરજાપર ખાતે.

સામત્રા (તા. ભુજ) : વેલજી ભાણજી રોશિયા (ઉ.વ. 51) તે આશાબાઇ ભાણજીના પુત્ર, ગોરબાઇના પતિ, સ્વ. રામજી, દેવલબેન શિવજી દેવરિયા (મોટા રેહા), રમીલા (રાણાબાઇ) મૂરજી ડુંગળિયા (સાંયરા), સ્વ. કરશન ભાણજીના ભાઇ, વિનોદ, મોહન, શિલ્પા સુરેશ દેવરિયાના પિતા, કાન્તાબેન વિનોદના સસરા, શ્રેયાંશ, અવિકાના દાદા તા. 13-11-2026ના અવસાન પામ્યા છે.

ખાવડા (તા. ભુજ) : કરશન ભદ્રુ (ઉ.વ. 32) તે સ્વ. ડાહીબેન અને શુક્રિયા તુગા ભદ્રુના પુત્ર, દેવલબેનના પતિ, આર્યન, ક્રિષ્ના, સંગીતાના પિતા, હીરાભાઇ, અમીબાઇના ભાઈ, કરમણ બાંભણિયા સંજોટ (રુદ્રમાતા)ના જમાઈ, હાજા અને ભાવેશના બનેવી, હેતલ, ભરત, નિર્મલના કાકા તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-11-2026ના શનિવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 15-11-2026ના રવિવારે સવારે નિવાસસ્થાને ખાવડા ખાતે.

સુખપર (તા. ભુજ) : ખલીફા હાજી રહેમતુલ્લા પીરમામદ (ઉ.વ. 65) તે અસલમ અને આરીફના પિતા, મ. અબ્દુલ, હાજી લતીફ, આદમ, રમઝાન, અદ્રેમાન (અંજાર)ના ભાઇ, અજીજ જુસબ (ભુજ)ના સાળા, મ. અલીમામદ કાસમ (બિદડા)ના જમાઇ, મુસ્તાક, નાસીર, ઇમરાનના કાકા, વસીમ જુસબ (બાયઠ)ના સસરા તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-11-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને.

શેરડી (તા. માંડવી) : સંઘાર કુંવરબાઈ (ઉ.વ. 80) તે સ્વ. વેલા માડણના પત્ની, રતન, દેવજી, લક્ષ્મી (વાંઢ), સ્વ. હંસા (પીપરી), તરુણ, ધર્મિષ્ઠા, મલય, નિકીતા, પલક, ઊર્જાના દાદી, જખુ, કરસન (બિદડા)ના કાકી, સંઘાર જખુભાઈ કારા (શેરડી)ના બહેન તા. 11-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

ગોધરા (તા. માંડવી) : નારેજા સલીમ (ઉ.વ. 46) તે મ. સુલેમાન ઇશાકના પુત્ર, સલમાન, અરમાન, શિફાબાનુના પિતા, નારેજા સતાર, કુરબાનઅલી, રફીકના ભાઈ, જુણેજા રફીક સુલેમાનના સાળા, ગજણ અભુભખર (ગની) (મેરાઉ)ના બનેવી, શઠિયા ફૈઝલ સલીમના સસરા તા. 11-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2026ના શનિવારે સવારે 11થી 12 મુસ્લિમ જમાતખાના, ગોધરા ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ લક્ષ્મીબેન સેંઘાણી (ઉ.વ. 90) તે હરજી ધનજી સેંઘાણીના પત્ની, નવીનભાઈ, ચંદુલાલ, ગંગાબેન (બિદડા), શાંતાબેન (કોડાય), દમયંતીબેન (બિદડા)ના માતા, કમળાબેન, હેમલતાબેન, ઈશ્વરભાઈ રમાણી, શાંતિભાઈ રામજિયાણી, જગદીશભાઈ દડગાના સાસુ, છાયા, પૂનમ, અમૂલ, કરણ, નીરવના દાદી, જિગરભાઈના દાદીસાસુ, પ્રેમજી મેઘજી રમાણીના પુત્રી, સ્વ. દેવશીભાઈ, સ્વ. નારણભાઈ, માવજીભાઈ, વિઠ્ઠલભાઈના બહેન તા. 11-11-2026ના અવસાન પામ્યા છે.

કોટાયા (તા. માંડવી) : પાલુ ગઢવી (ઉ.વ. 58) તે રાજબાઇબેનના પતિ, સ્વ. સામતભાઇ પચાણ તથા મેઘબાઇના પુત્ર, દેવરાજ પચાણ, મંગા પચાણના ભત્રીજા, ઘોરબાઇબેન, લાછબાઇબેન, ભાવનાબેન, રતનભાઇ, શિવરાજભાઇના ભાઇ, હાંસબાઇબેન, ખીમશ્રીબેન, ગંગાબેન, રામભાઇ, શ્યામભાઇના પિતા તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કોટાયા ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 19-11-2026ના ગુરુવારે.

ફરાદી (તા. માંડવી) : જાડેજા હિંમતાસિંહ ખાનુભા (ઉ.વ. 72) (પૂર્વ પ્રમુખ, જાડેજા ભાયાત-ફરાદી) તે સ્વ. જાડેજા ખાનુભા આશાજીના પુત્ર, સ્વ. ગોપલજી, સ્વ. ભરતાસિંહના નાના ભાઇ, વીરેન્દ્રાસિંહ, બલભદ્રાસિંહના પિતા, હિતાર્થાસિંહના દાદા તા. 11-11-2026ના અવસાન પામ્યા છે. બેસણુ તા. 22-11-2026 સુધી જાડેજા ભાયાત સમાજવાડી ખાતે તથા ઉતરક્રિયા તા. 22-11-2026ના રવિવારે.

ભાડા (તા. માંડવી) : મૂળ પાંચોટિયાના ગઢવી દિનેશ ભોજરાજ ગેલવા (ઉ.વ. 29) તે લક્ષ્મીબેન વિશ્રામ ગેલવાના પૌત્ર, લક્ષ્મણ વિશ્રામ ગેલવા (મુંદરા)ના ભત્રીજા, વિશ્રામભાઈ અને વાલજીભાઈ કોરાના ભાણેજ તા. 10-11-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 20-11-2026ના ભાડા ખાતે.

પત્રી (તા. મુંદરા) : શાંતાબેન પરમાર (ઉ.વ. 72) તે સ્વ. કાનજીભાઇ હાજાભાઇ પરમારના પત્ની, જગદીશ, પલ્લવીબેન (પ્રેમિલાબેન), શૈલેષભાઇ ઝાલા (મુંદરા)ના સાસુ, પ્રિન્સ, રાજ, અંજલિ, ધ્રુવના દાદી, કરણ, યશના નાની, ઉર્વીબેનના નાનીસાસુ, સ્વ. ગગુભાઇ ભીમજીભાઇ મોખા (ભદ્રેશ્વર)ના પુત્રી, સ્વ. લખુભાઇ, સ્વ. મનુભાઇ, સ્વ. મોરારભાઇ, રામુબેન ધરમશીભાઇના બહેન તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-11-2026ના સાંજે 4થી 5 હરધોરપીરના મંદિર, પત્રી ખાતે.

નાની તુંબડી (તા. મુંદરા) : હાલા ઇસ્માઇલ ઇશાક (ઉ.વ. 64) તે મુબારકના પિતા, ઈર્શાદ, નાદિરાબાનુના દાદા, ઉમર, હાજી રમઝાન, ઓસમાણગની, સિધિક, મામદ,  હાજી ઈબ્રાહિમના ભાઈ તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-11-2026ના રવિવારે સવારે 10 વાગે મુસ્લિમ જમાતખાના, નાની તુંબડી ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : વિરમ સાગર (ગઢવી) (ઉ.વ. 53) તે સ્વ. ગોપાલ બાબુ સાગરના પુત્ર, ભીના વિરમ સાગરના પતિ, સ્વ. ખોડુ ગોપાલ, સ્વ. મૂળજી ગોપાલ સાગર, નાગશ્રી લક્ષ્મણ વરમલના ભાઈ, કિશન, શ્યામના પિતા તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-11-2026ના તથા ઉતરક્રિયા (પાણી) તા. 22-11-2026ના ચારણ સમાજવાડી, નાના કપાયા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : મૂળ સણોસરાના વેલાભાઇ (ઉ.વ. 66) તે દેવીબેન રવાભાઇ રબારીના પુત્ર, રાજુબેનના પતિ, રેમાભાઇ જીવણ રબારી (ભોપાવાંઢ)ના જમાઇ, સ્વ. ભીમાભાઇ, હીરુબેન લખમીર (ભુજોડી), વીરુબેન હમીર (ખાંભલ્યા), કબુબેન મેગા (બોચા), લખીબેન જીવા (ખાંભલ્યા)ના ભાઇ, સુરેશ, પરેશ, રામા, જિજ્ઞાબેન મંગલભાઇના કાકા, રાજેશ, હિતેષ, ધ્યાનવીના દાદા તા. 11-11-2026ના અવસાન પામ્યા છે.

લક્ષ્મીપુર-તરા (તા. નખત્રાણા) : પ્રીતમ દયારામ પોકાર (ઉ.વ. 35) તે પુષ્પાબેન દયારામભાઈ પોકારના પુત્ર, કિશનના ભાઇ, સ્વ. ધનજીભાઈ (ડોમ્બીવલી), બ્રિજેશભાઈ (હૈદરાબાદ), સ્વ. ભવાનજીભાઈ (નાસિક), મણિબેન હરિલાલ ભગત (નાસિક), હિંમતભાઈ (અમદાવાદ), ધરમચંદભાઈ (ડોંમકલ પશ્ચિમ બંગાળ)ના ભત્રીજા, માવજી જસાભાઈ ભગત (વિથોણ)ના દોહિત્ર, પ્રકાશભાઈ, ભરત (નાસિક), હર્ષદ, હિતેશ, કેતન, ઉમેશના કાકાઇ ભાઈ તા. 10-11-2026ના હૈદરાબાદ તેલંગાણા ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 14-11-2026ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, લક્ષ્મીપર ખાતે.

અમરગઢ (તા. નખત્રાણા) : જોગી પ્રકાશ અરજણ (ઉ.વ. 30) તે કમળાબેનના પતિ, મહેશ, જયંતીભાઇ, દિનેશ, ગોપાલ, કમલેશના મોટા ભાઇ, ભીમજીના ભત્રીજા, કૃપા, મહાવીરના પિતા, નાનજી મૂરજીના જમાઇ તા. 10-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-11-2026ના શનિવારે રાત્રે આગરી અને તા. 15-11-2026ના રવિવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન અમરગઢ ખાતે.

ભડલી (તા. નખત્રાણા) : ગોવિંદભાઇ અરજણ ભગત (ઉ.વ. 67) તે મંજુલાબેનના પતિ, કાન્તિભાઇ, નીતાબેનના પિતા, બાબુભાઇ (ભડલી), સ્વ. દેવજીભાઇ (મુંબઇ), ગંગારામભાઇ (ભડલી)ના ભાઇ તા. 12-11-2026ના હરદા (મ.પ્ર.) ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 15-11-2026ના રવિવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, ભડલી ખાતે.

કોઠારા (તા. અબડાસા) : ગરવા છગનલાલ રૂપાણી (ઉ.વ. 62) તે સ્વ. તેજબાઈ દેવજીભાઈના પુત્ર, કાન્તાબેનના પતિ, લક્ષ્મીબેન રમેશ કંઠિયા (નાગવીરી), અંજુબેન વિજયભાઈ મુછડિયા (દયાપર), વનિતાબેન અરાવિંદભાઈ (મેરાઉ), ઈન્દુબેન હરેશ જોગલ (વડવા-કાંયા), રમેશ, માવજીના પિતા, જયદીપ, કાવ્ય, ભવ્યના દાદા, સ્વ. બુધાભાઈ કંઢિયા (વાલ્કા મોટા)ના જમાઈ, દેમાબાઈ આશાભાઈ (વરાડિયા), નેણબાઈ દેવજી (કુરબઈ), મેઘબાઈ વેલજી (દેવપર -યક્ષ)ના ભાઈ, આશાબેન રમેશ ગરવાના સસરા તા. 12-11- 2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-11-2026ના સાંજે કોઠ તેમજ તા. 15-11-2026ના સવારે ઘડાઢોળ.

નલિયા (તા. અબડાસા) : કેશરબાઇ વેલજી મતિયા (ઉ.વ. 73) તે સ્વ. ભચીબાઇ આચાર ફુફલ (ખીરસરા-વિંઝાણ)ના પુત્રી, રમેશ દેવજી મતિયા (નલિયા)ના ભાભી, સ્વ. પુરબાઇ મૂરજી કોચરા (વિથોણ), સ્વ. જુમાબાઇ વેલજી બળિયા (વરંડી મોટી), કાનબાઇ મૂરજી મતિયા (ધુફી નાની), બાયાબાઇ રામજી બળિયાના બહેન, સ્વ. જુમાભાઇ મંગલભાઇ ફુફલના કાકાઇ બહેન (સંત રોહિદાસ નગર-ભુજ), લક્ષ્મીબેન જખુભાઇ પાતારિયા (ગાંધીધામ), ગંગાબેન અર્જુનભાઇ એડિયા (ભુજ), સ્વ. રતનશી મતિયા, રામજી મતિયા (દયાપર), ભીમજી મતિયા (નલિયા), સ્વ. વીરેન્દ્ર મતિયાના માતા, જશોદા વિનોદ પાતારિયા (ઐડા), પ્રેમિલા અશ્વિન ધેડા (મુંદરા), રસીલા જયેશ એડિયા (ભુજ), અલ્પેશ, વિજય, મહેશ, દિનેશના દાદી, આનંદ રમેશ મતિયાના કાકી તા. 10-11-2026ના અવસાન પામ્યા છે. તા. 14-11-2026ના શનિવારે ઘડાઢોળ (પાણી) હરિનગર-2, દામા એપાર્ટમેન્ટની બાજુમાં, નલિયા ખાતે.

દયાપર (તા. લખપત) :  મૂળ નલિયા  હાલે નાસિક રણછોડદાસ ભીન્ડે (ઉ.વ. 78) તે ગં.સ્વ. કલાવતીબેન માધવજી રૂપારેલ (નાની વિરાણી)ના જમાઈ, સ્વ. સાકરબેન માવજી ભીન્ડેના પુત્ર, રશ્મિબેન (પુષ્પા)ના પતિ, પ્રિયાબેન, વિભાબેન વિપિન કમ્બોજ, સ્વ. શ્વેતાબેનના પિતા, સ્વ. દામોદરભાઈ, સ્વ. કેશવજીભાઇ, સ્વ. કુંવરજીભાઇ, સ્વ. જેઠાલાલભાઈ, મથુરાદાસભાઈ, ગં.સ્વ. પુષ્પાબેન જીવનદાસ સચદેના નાના ભાઈ, કાનજીભાઈ, પ્રવીણભાઇ, મહેશભાઈ, રાજેશભાઈના બનેવી તા. 11-11-2026ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 15-11-2026ના રવિવારે સાંજે  4થી 5 લોહાણા મહાજનવાડી, દયાપર ખાતે

મોટી ચીરઇ (તા. ભચાઉ) : જોરૂભા મોબતસિંહ (ઉ.વ. 82) તે પ્રતાપાસિંહ તથા ઘનશ્યામાસિંહના પિતા, રણજિતાસિંહ મોબતસિંહ, કેશુભા, ગણપતસિંહ, પ્રવીણાસિંહના મોટા ભાઈ, ભરતાસિંહના કાકા, ધર્મેન્દ્રાસિંહ રામદેવાસિંહના મોટાબાપુ, અજયાસિંહના દાદા તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા નવી મોટી ચીરઈ (તા. ભચાઉ) ખાતે. ઉત્તરક્રિયા તા. 16-11-2026ના નિવાસસ્થાને.

દાદર (મુંબઇ) : મૂળ મોટી રવ (તા. રાપર)ના શેઠ રાજેશકુમાર સ્વરૂપચંદભાઇ (ઉ.વ. 67) તે સ્વ. લાડકીબેન સ્વરૂપચંદ મેરાજભાઇ શેઠના પુત્ર, પ્રફુલ્લાબેનના પતિ, કાર્તિક અને ખુશ્બૂના પિતા, આજ્ઞા તથા રૂષભના સસરા, રિધાન અને કિયારાના દાદા, ધીયાંશીના નાના, સ્વ. મોરબિયા સૌભાગ્યચંદ સાકરચંદના જમાઇ, રસિકલાલ, નવીનચંદ્ર, સુરેશચંદ્ર, મહેન્દ્રકુમાર, સ્વ. પ્રદીપના ભાઇ, સુશીલા, જવલતા, કલાબેનના દિયર, નયનાબેનના જેઠ, સ્વ. કપુરચંદ, સ્વ. ઉત્તમચંદ, પ્રભુલાલ, સ્વ. શાન્તિલાલના ભત્રીજા, શૈલેષ, રોહિત, હિરેન, દીપેશ, સુવાસ, મલય, પંક્તિના કાકા, દેવ, ધ્રુવીન, હિતાર્થ, આર્યા, જીની, જેન્યાના દાદા તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક : શૈલેષ-93200 22211, સુવાસ-95748 90007.

મુંબઇ : મૂળ ભચાઉના નવીચંદ્ર રાજદે (ઠક્કર) (ઉ.વ. 74) તે સ્વ. ગોદાવરીબેન છગનલાલ રવજી રાજદેના પુત્ર, સ્વ. મટુબેન ભગવાનજીભાઇ જીવરાજ કારીઆના જમાઇ, અંજનાબેનના પતિ, અરુણ તથા પ્રેરણાના પિતા, પ્રિયા તથા વિપુલકુમાર ગણાત્રાના સસરા, જયંતીલાલ, હરીશભાઇ, દિલીપભાઇ, અશ્વિનભાઇ, ભાવનાબેન ચંદ્રકાન્તભાઇ દયાળજી કારીઆના ભાઇ, અતુલ, મીરાં, દિવ્યાના મામા, હર્ષના નાના તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

આસનસોલ (પશ્ચિમ બંગાળ) : મૂળ અંજારના રેખાબેન (ઉ.વ. 70) તે ગં.સ્વ. ઝવેરબેન શિવજીભાઇ બેચરદાસ પાબારાના પુત્રી, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. મધુભાઇ, સ્વ. મુકેશભાઇ, નરેશભાઇ, સ્વ. ભાનુબેન પ્રભુલાલ ઠક્કર, સ્વ. મંજુબેન કિશોરભાઇ ઠક્કર, સ્વ. સાવિત્રીબેન શિવજીભાઇ ઠક્કર, સ્વ. હેમલતાબેન પ્રભુદાસ ઠક્કર, રીટાબેન નરેન્દ્રભાઇ ઠક્કર, સ્વ. નલિનીબેન મહેશભાઇ અનમના બહેન, સાકરબેન વલમજીભાઇ રાવલિયા (કચ્છ-અંજાર)ના દોહિત્રી, અનુબેન વિનીતભાઇ, ધારિણીબેન ભરતભાઇ, હર્ષિતાબેન પુનિતભાઇના ફઇબા તા. 11-11-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ડુમરાના ધનજી કારાણી (ઉં. 85) તે કેસરબેન હીરજી કુંવરજી કારાણીના પુત્ર. સ્વ. ધનવંતીના પતિ. સ્વ. ગાંગજીભાઇ, સ્વ. રવિલાલ, સ્વ. રમણીક, સ્વ. પ્રકાશ, લક્ષ્મીચંદ, સ્વ. મણીબેન ગાંગજી, સ્વ. હેમલતા પ્રેમજીના ભાઇ. કસ્તુરબેન પ્રેમજી માવજી નાગડાના જમાઇ અવસાન પામ્યા છે. 

ભોજાયના યશ ગડા (ઉં. 32) તે સરલાબેન હુકમચંદના પુત્ર. માનસીના પતિ. મીત હિતેશ દેઢિયાના ભાઈ. ભાવના વિજય સાવલાના જમાઈ અવસાન પામ્યા છે. 

લુણીના નૂતન (જયશ્રી) સતરા (ઉં. 65)તે રતનબાઈ રામજીના પુત્રવધુ. રમેશના પત્ની. રાજુલ, ચંદનના માતા. રતનબેન કેશવજીના પુત્રી અવસાન પામ્યા છે. 

સમાઘોઘાના જયવંતીબેન સંગોઇ (ઉં. 82)  તે મેઘબાઈ પુનશી હીરાના પુત્રવધૂ. ભવાનજીના પત્ની. નીતા, રશ્મી, જ્યોતી, મનીષા, મયુરીના માતા. લક્ષ્મીબેન હધુના પુત્રી. રતનબેન રવજી, કસ્તુરબેન દામજી, દેવશીના બેન અવસાન પામ્યા છે. 

નાગલપુરના મંજુલાબેન શાહ/દેઢિયા (ઉં. 68)  તે લક્ષ્મીબેન રાયશી સોજુના પુત્રવધુ. સતીષના પત્ની. ભવ્ય, ફ્રેની, ધ્વનીના માતા. કંકુબેન મેઘજી રવજી ગાલાના પુત્રી. મણીલાલ, લક્ષ્મીચંદ, વસંત, દિનેશ, ભારતી, સંધ્યાના બેન અવસાન પામ્યા છે. 

મુદ્રાના અ.સૌ. રૂક્ષ્મણીબેન નંદુ (ઉં. 84)  તે મમીબેન દેવશી રાઘવજી નંદુના પુત્રવધુ. લક્ષ્મીબેન/રતનબેન ભાણજી પુનશી બોયડના પુત્રી. કલ્યાણજીના પત્ની. કેતન (લક્કી), સ્વ. આશાના માતા. ચુનીલાલના બેન અવસાન પામ્યા છે. 

વીઢના ધનબાઈ ગોસર (ઉં. 103)  તે લખમશી હરશીના પત્ની. ખુશાલચંદના માતા. નાથબાઈ રતનશી રાયશીના પુત્રી. મીઠીબાઈ રતનશી, વેલજી, ખીમજીના બેન અવસાન પામ્યા છે. 

બારોઇના કેસરબેન પ્રેમજી મુલજી કેનીયાના પુત્રી ચંદ્રીકાબેન કેનીયા (ઉં. 75) તે સ્વ. અભિનંદન જૈનના પત્ની. સ્વ. મધુ કિરણભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. ઉદયભાઇ, પલ્લવીબેન બુધ્ધદેવ, સ્વ. લતાબેનના બહેનઅવસાન પામ્યા છે.   

બગડાના પોપટલાલ દેઢિયા (ઉં. 95) તે રાણબાઈ લખમશી રણશી દેઢિયાના પુત્ર. વિમળાબેનના પતિ. મુલબાઈ ભાણજી ખેરાજ નિસરના જમાઈ અવસાન પામ્યા છે. 

દેશલપુર (કંઠી)ના સૂચિ વીરા (ઉં. 54)  તે જયાબેન જાદવજી કાનજી વીરાના પુત્રવધુ. તરુણના પત્ની. સ્વ. રમીલાબેન વિનોદરાય સંઘવીના પુત્રી. કીર્તિકાબેન, મમતાબેન, રીટાબેન, લિનાબેન, દેવળબેનના બેન અવસાન પામ્યા છે. 

દેવપુરના સતિષ નિસર (ઉં. 64) તે પાનબાઈ ભીમશીના પૌત્ર. લક્ષ્મીબેન જેઠાલાલના પુત્ર. મધુબેનના પતિ. મનન, ધ્યાનના પિતા. દક્ષા, પ્રિતી, દિનેશના ભાઈ. ભમરીબેન વાલચંદજી કાંગ્રેશાના જમાઈ અવસાન પામ્યા છે. 

સાડાઉના મણીબેન ગાલા (ઉં. 94)  તે લધીબાઇ લખમશી મેઘરાજના પુત્રવધુ. ખીમજીના પત્ની. હાંસબાઇ દેવજી વેલજીના પુત્રી. ચંદુ, ભારતી, દિપકના માતા. બાબુભાઇ ઉર્ફે ખીમજી, રતનશી, જેન્તીના બેન અવસાન પામ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd