• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

કથાનાં માધ્યમથી સમાજમાં સંગઠન વધે

કુકમા ગામે ક.ગુ.ક્ષ. સમાજ દ્વારા 208 પોથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

કુકમા, તા. 18 : કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ કુકમા ઘટક દ્વારા સમાજના આર્થિક નબળી સ્થિતિના બાંધવોના પિતૃઓના મોક્ષાર્થે 208 સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો હતો. શાસ્ત્રી કશ્યપભાઈ જોષીના વ્યાસાસને આયોજિત આ પોથીયાત્રામાં સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ભાગ લીધો હતો. સમાજરત્ન વિનોદભાઈ સોલંકી પરિવારના યજમાનપદે અને સમાજના અનેક શ્રેષ્ઠીઓના આર્થિક સહયોગથી આયોજિત આ કથાના પ્રારંભે મહામંડલેશ્વર તથા મહંતો અને સાધુ સંતો સાથે યજમાન, હોદેદારોના હસ્તે કરવામાં આવ્યો હતો. કથાકારે કુકમા ઘટક દ્વારા સમાજના હિતમાં કરવામાં આવેલા આયોજનને બિરદાવી કથાના માધ્યમથી સમાજમાં જાગૃતિ અને સંગઠન વધે છે તેવું જણાવ્યું હતું. 24 નવેમ્બર દરમ્યાન ચાલનારી આ સમૂહ ભાગવત કથામાં ભારત ભરમાંથી આવેલ સમાજ બાંધવો પોતાના પિતૃઓના મોક્ષાર્થે ભાગ લઈ રહ્યા છે. આજે ગોપાસ્સ્ટમીના વિશેષ પર્વે કથા મંડપમાં ઉપસ્થિત સાધુ સંતો અને મુખ્ય યજમાન પરિવાર અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ગાયનું પૂજન પર કરવામાં આવ્યું હતું. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના હોદ્દેદારો ડો. મનોજ સોલંકી, બ્ર.કુ. બાબુભાઈ પરમાર, બાબુભાઈ ચૌહાણ, વિનોદ ચૌહાણ, રીટાબેન ચૌહાણ, વિનોદ પઢિયાર, અમિતાબેન સોલંકી તથા સમાજના આગેવાનો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કુકમા ઘટકની કારોબારી સમિતિ, યુવામંડળ, મહિલા મંડળ, સિનિયર સિટીઝન ગ્રુપ, યુવતીમંડળ તથા વિવિધ સમિતિઓના સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હોવાનું મહોત્સવ મીડિયા સેલની યાદીમાં જણાવાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd