ગાંધીધામ, તા. 18 : માંડવી
તાલુકાના મોટા લાયજામાં એક રિક્ષાચાલકને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 4785નો
ગાંજો જપ્ત કર્યો હતો. મોટા લાયજા ગામમાં ચોકડી ખાતે હાજર રિક્ષાચાલક પાસે માદક પદાર્થ
હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ચોકડી ખાતે હાજર રિક્ષા નંબર
જીજે-12-એવાય-2038માં
સવાર મોટા લાયજાના દિવ્યરાજ દિલીપસિંહ મોખા નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ
શખ્સની તપાસ કરાતાં પેન્ટના ખિસ્સામાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. આ અંગે એફ.એસ.એલ.
અધિકારીને બોલાવી ખરાઈ કરાવતાં પદાર્થમાં કેનાબીસના સક્રિય ઘટકોની હાજરી હોવાનું બહાર
આવ્યું હતું. પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા. 4785નો 95.70 ગ્રામ
ગાંજો,
મોબાઈલ તથા રિક્ષા જપ્ત કરવામાં આવી હતી, પરંતુ
તેણે આ માદક પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો તે બહાર આવ્યું નથી.