ચેન્નાઇ, તા. 18: આઇપીએલ
ફ્રેંચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)એ તેના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના સન્માનમાં
આઇકોનિક નંબર 7 જર્સીને
રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. ધોનીએ 2008માં આઇપીએલની પહેલી સીઝનમાં સીએસકે
તરફથી રમતા 7 નંબરની
જર્સી પહેરવાની શરૂઆત કરી હતી. ધોનીએ તેની 19 વર્ષની આઇપીએલ સફર દરમિયાન 7 નંબરની
જ જર્સી પહેરી હતી. હવે તે નિવૃત્ત થઇ ચૂક્યો છે અને સીએસકેનો મેન્ટોર બન્યો છે. તેની
આગેવાનીમાં ટીમે પાંચ વખત આઇપીએલ ટ્રોફી કબજે કરી હતી. ધોનીની નિવૃત્તિ પછી હવે સીએસકે
દ્રારા 7 નંબરની
જર્સી રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 2020માં
ધોનીએ જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો ત્યારે બીસીસીઆઇએ પણ 7 નંબરની
જર્સી રિટાયર કરી હતી. ધોનીએ 7 નંબરની જર્સી એ માટે પસંદ કરી હતી કે તેનો જન્મ
7 જુલાઇએ
થયો હતો. તારીખ 7 અને મહિનો 7. આ ઉપરાંત વર્ષ હતું 1981 એટલે
કે 8 માઇનસ
1 બરાબર
7.