• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

અવસાનનોંધ

ભુજ : નોડે હસીનાબાઈ તે મ. અબ્દુલ રજાક જુસબના પત્ની, ઈમરાન, વસીમ, ફરીદા, સેનાજ, મુમતાઝ, સૌમા, ફરજાનાના માતા, અલીમામદ, અ. રહીમ, સુલેમાન, સલીમ, ઈસ્માઈલ, હમીદના બેન, અભુભખર (ત્રગડી)ના કાકી, નોડે હુસેન, ઈસ્માઈલ, હાસમ, મ. અધ્રેમાનના ભાભી, મ. હુસેન (નલિયા), ઈસ્માઈલ ઈશાક (કિશાનપુરવાળા), સાટી રફીક (મોથાળાવાળા), મ. અનવર (ત્રગડી)ના સાસુમા તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-5ના સવારે 10થી 11 લશ્કરી માતમ, લોહાર જમાતખાના, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ભુજ: રમેશભાઈ પરષોતમભાઈ પરમાર  (ઉ.વ. 65) તા. 27-05-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા 28-5ના સવારે 8.30 કલાકે નિવાસસ્થાન બી-514, આર.ટી.ઓ. રિલોકેશન સાઈટથી નીકળી ખારીનદી જશે.

ગાંધીધામ : મૂળ ગામ અજાપર હરેશભાઇ રાયશીભાઇ મઢવી (ઉ.વ.64) (નિવૃત્ત કેપીટી) તે સ્વ. રાયશીભાઇ શિવજીભાઇ તથા સ્વ. લક્ષ્મીબેન મઢવીના પુત્ર, મણીબેનના પતિ, સ્વ. વેલજીભાઇ  વીરજીભાઇ સુંબળના બનેવી, સ્વ. વલમજી શિવજીભાઇના ભત્રીજા, પ્રવીણભાઇ, જગદીશભાઇ, ગોદાવરીબેન જયરામભાઇ ગામોટ,  જયાબેન બળદેવભાઇ જાટાવાડિયા, સ્વ. ભીખુભાઇના મોટાભાઇ, સ્વ. શાંતિલાલ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. વસંતરાય, પ્રદીપકુમાર સુંબળના ભાણેજ, કેતન, ભાવેશ (કેપીટી સેફટી ઓફિસર), મમતાબેનના પિતા, સતીશ ગામોટ, મમતાબેન, દીપાબેનના સસરા,  રમેશ, રાહુલ, ધર્મેશ, સાહીલ, ચિરાગ, માધુરી ઔદિચ, ખુશ્બૂ મસુરિયા, પ્રતીક્ષા ખાંડેકા, દિવ્યાના મોટા બાપા, જ્યોતિ, જય, મહર્ષના દાદા, અભિષેક, વિવેક, કિશનના નાના બાપા તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સોમવારે  સાંજે 5.30થી 6.30 દીનદયાલ કોમ્યુનિટી હોલ, ગુરુકુલ સ્કૂલની પાસે ગાંધીધામ ખાતે.

અંજાર : લક્ષ્મીબેન પરસોતમભાઇ હડિયા (ઉ.વ.70) તે પરસોતમભાઇ વાલજીભાઇ સોરઠિયાના પત્ની, સ્વ. રામીબેન વાલજીભાઇ ચોટારાના પુત્રી, કપિલભાઇ, મુકેશભાઇ, રંજનબેન, પ્રેમીલાબેનના માતા, બીનાબેન, રૂષાબેન, શામજીભાઇ ચોટારા, અમૃતલાલભાઇ કાતરિયાના સાસુ, ધ્યાન, રીધમ, કશિષ, જિયાના દાદી તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સોમવારે સાંજે 5થી 6 કૃષ્ણવાડી, સોરઠિયા સમાજવાડી, વોરા સરની બાજુમાં અંજાર ખાતે. 

અંજાર : પ્રજાપતિ જીવતીબેન (ઉ.વ.98) તે સ્વ. ભુરાભાઇ રાધાભાઇ જેકડિયાના પત્ની, સ્વ. છગનભાઇ, પ્રાગજીભાઇ, ગં.સ્વ. જમનાબેનના માતા, જડીબેન તથા મોઘીબેનના સાસુ, કિશોર, હરેશ, કમલેશ, મયૂર, પ્રેમીલા, નયના, હીના તથા સ્વ. રેખાના દાદી, પૂર્વી, વૈદેહી, માહી, વીર, શવનીના પરદાદી, આધોઇના સ્વ. માકુબેન તથા પુજાભાઇ વારૈયાની પુત્રી તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સોમવારે સાંજે 5.30થી 6.30 કલાકે કચ્છ પ્રજાપતિ છાત્રાલય ખાતે. 

આદિપુર : ભારતીબેન કૃષ્ણકુમાર જોષી (સુડિયા) (ઉ.વ. 68) (નિવૃત્ત આચાર્ય માતા લક્ષ્મી રોટરી ચેરિટેબલ ) તે પાર્વતીબેન શિવદાસભાઈ જોષી (સુડિયા)ના પૌત્રી, સ્વ. નિર્મલાબેન અને કૃષ્ણકુમાર જોષી (સુડિયા)ના પુત્રી, જયપ્રકાશ, ગિરીશ, ડો. પરેશના બેન, ભારતીબેન, ઉર્મિલાબેન, ડો. વૈશાલીબેનના નણંદ, જયોતિબેન કાંતિલાલ જોષી, સ્વ.ભાનુમતીબેન વસંતભાઈ જોષી અને ગીતાબેન ઉમાકાંત પનિયાના ભત્રીજી, જયોત્સનાબેન જનકરાય જોષી (દહીંસરા)ના ભાણેજી તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સોમવારે સાંજે 5.30થી 6.30 વાગ્યા સુધી મૈત્રી સ્કૂલ ડોમ આદિપુર ખાતે. 

માંડવી : કચ્છી દશા શ્રીમાળી વણિક મુકેશભાઇ દેસાઇ (ઉ.વ. 60) તે સ્વ. ચંદનબેન ધીરજલાલ દેસાઇના પુત્ર, સ્વ. ભાવનાબેનના પતિ, હર્ષના પિતા, ભાવનાબેન હિરેશભાઇ પારેખ (મુંબઇ), ચેતન, રાહુલ, જીતેશ, હિતેશ, મેહુલ, જુલીના ભાઇ, હેમચંદભાઇ દેસાઇ (મુંબઇ), ભોગીલાલભાઇ (ભુજ), સ્વ. ભારતીબેન, જશુબેન, સ્વ. જયાબેનના ભત્રીજા, હીરજીભાઇ અજરામલ મહેતા (દુર્ગાપુર)ના જમાઇ તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023 સોમવારે 5થી 6 જૈનપુરી ખાતે.

માંડવી : કોરેજા અમાબાઇ ઓસમાણ (ઉ.વ. 85) તે અલીમામદના માતા તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 29-5-2023ના સવારે 10.30થી 11.30 જમાતખાનામાં નાની ખાખર ખાતે. 

રાપર : ચંદ્રેશકુમાર વિજયભાઇ બાસપિયા (મુન્નો) (ઉ.વ. 36) તે સ્વ. પ્રેમીલાબેન વિજયભાઇ બાસપિયાના પુત્ર, સ્વ. જોષી દુર્ગાશંકર રેવાશંકરના દોહીત્ર, સ્વ. લાભશંકરભાઇ, નિમુબેન, બાળુબેન, બળવંત, દીપકભાઇના ભાણેજ, સ્વ. ગવરીશંકર કરશન બાસપિયાના પૌત્ર, કિરીટ જગજીવન બાસપિયા, બિપિન તથા અરવિંદ હરિશંકર બાસપિયા, કાંતાબેન ચમનલાલ લોદરિયાના ભત્રીજા, યોગેશ બળવંત બાસપિયાના નાના ભાઇ તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 1-6-2023ના ગુરુવારે નિવાસસ્થાન સ્વ. જોષી દુર્ગાશંકર રેવાશંકર, ગેલીવાડી શેરી નં.2 રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : લક્ષ્મીબેન જંગમ (ઉ.વ.76) તે જંગમ રામદેરૂના પત્ની, જંગમ પન્નાદેરૂના પુત્રી,  સ્વ. પ્રભુદેરૂ, દિનેશદેરૂ, ગીતાબેન, પુષ્પાબેનના માતા, નિકુંજ, વિવેક, જય, વિભૂતિ, સ્વ. ભૂમિના દાદી, નેહલ, નિકિતા, ભૂમિ, નથુમલના દાદીજી સાસુ, કરૂણા, વૈશાલી, મિતેશ, પલ્લવી, પૂજા, દિપા, મિતના નાની, જમનાબેનના ભાભી, ભાનુબેનના બેન, ગૌરીબેનના કાકી,  ધ્યાની, કીર્તિકા, શ્રેયા, જિયાન્સીના પરદાદી તા. 27-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2023ના સોમવારે સાંજે 4થી 5 કચ્છી ગુર્જર ક્ષત્રિય સમાજવાડી માધાપર બસ સ્ટેશનની પાસે રાખેલ છે.

ભારાપર (તા. ભુજ) : કોલી જાનબાઇ ખમીસાભાઇ (ઉ.વ. 77) તે જુમા, રમેશ, કારાના માતા તા. 25-5-2023ના અવસાન પામ્યા છે.  તા. 4-6-2023 રવિવારે જાગરણની રાત, તા. 5-6-2023 સોમવારે પાણી (બારસ) છે. 

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા સરૂપાજી લાલજી (ઉ.વ.85) તે વેલાજી, સ્વ. ગાભુભા, કરસનજી, સામતજીના ભાઇ, સવાઇસિંહ, લક્ષ્મણસિંહના પિતા, રૂપસંગજી, ખાનજી, હકુમતસિંહ વેલાજી, પતુભા, દીપસંગજી, ખેતાજી, ભાગજી, રામસંગજી ગાભુભા, જીતુભા, દિનુભા, પ્રેમસંગજી, હરિસંગજી, માધુભા, ગોપાલજી કરસનજીના મોટા બાપુ, જયપાલસિંહ, ભમ્મરસિંહ, ચાંદુભા, ભરતસિંહ, રણજિતસિંહ, દશરથસિંહના દાદા તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 4-6-2023ના રવિવારે રાત્રે આગરી અને તા. 5-6-2023ના સોમવારે સવારે  બારસ (ઘડાઢોળ) તથા સાદડી નિવાસસ્થાન બિબ્બર ખાતે. 

મુલુન્ડ : ગં.સ્વ. જશોદાબેન રાયચના (ઉ.વ. 92) તે સ્વ. કરમશી શામજી રાયચના (મોટા ભાડિયા)ના પુત્રવધૂ, સ્વ. મોહનલાલ કરમશી રાયચનાના પત્ની, સ્વ. નારાયણજી કુંવરજી ગણાત્રા (ગુંદિયાળી)ના પુત્રી, નરેશભાઇ, કમલેશભાઇ, ચેતનાબેન ગુલાબભાઇ ગ્વાલાની, હંસાબેન દિનેશભાઇ અનમ, પૂનમબેન નીલેશભાઇ શ્રીમાંકર, રેખાબેન વિજયભાઇ પાડરાઇ, જ્યોતિબેન હિતેશભાઇ કારિયાના માતા, રેખાબેન અને જ્યોતિબેનના સાસુ, હેમા, આશિષ, સલોની, ધીરના દાદી, કિંજલના દાદી સાસુ, કામના અને કિયારાના પરદાદી તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-5-2023ના રવિવારે સાંજે 4.30થી 6 કચ્છી લોહાણા મહાજનવાડી, રામ રતન ત્રિવેદી રોડ, મુલુન્ડ વેસ્ટ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ એ જ દિવસ આવી જવું. 

Janmadin Vishesh Purti

Panchang