• શનિવાર, 06 જૂન, 2026

સૂરજપરમાં નવયુવાઓ શીખે છે ક્રિકેટની બારીકીઓ

કેરા (તા. ભુજ), તા. 5 : મોટા શહેરોમાં વેકેશનમાં તરણ, સંગીત, રમતગમતના વર્ગોમાં બાળકોને મોકલતા હોય છે. ઘણા વાલીઓની ફરિયાદ રહે છે કે, પોતાનું બાળક મોબાઈલમાં જ પરોવાયેલું રહે છે તે વચ્ચે સૂરજપરમાં એક યુવાન દરરોજ 50 જેટલા યુવક-યુવતીઓને પદ્ધતિસરનું ક્રિકેટ કોચિંગ આપી આગળ વધારે છે. વાત છે ચોવીસીના સૂરજપર ગામની. અહીંના શ્રીહરિ સ્પોર્ટ્સ મેદન પર મોર્નિંગ ક્રિકેટ કોચિંગ નિ:શુલ્ક ચાલે છે. જાદવજી વેકરિયા ક્રિકેટનો ધૂની યુવાન છે. પોતે સારો બેટ્સમેન રહી ચૂક્યો છે. તેણે પોતાનાં ગામમાં જ આ પ્રવૃત્તિ શરૂ કરી છે. ગ્રામ્ય કક્ષાએ વેકેશનમાં નિયમિત ચાલતી તાલીમ માટે આ યુવાને નોકરી છોડી દીધી છે. તે કહે છે સવારે વહેલા ઊઠી ગ્રાઉન્ડ પર આવી જવાનું. શરૂઆતમાં ગામના છ-સાત બાળક આવતાં હતાં. હાલ નારાણપરથી સાત દીકરી આવે છે, હવે તો અમુક વાલીઓ કિટ લઈને મોકલે છે. આ યુવાન તાલીમ આપી પોતાના  ખર્ચે ખેલાડીઓને ગાંધીધામ સુધી લઈ જાય છે. આજકાલ આવા કોચિંગ માટે વાલીઓ રૂપિયા 5ણ ખર્ચવા તૈયાર  રહે છે. અહીં તાલીમ પામેલા અન્ડર 14-17માં પણ રમવા ગયા છે, જેમાં ક્રિશ વેકરિયા, જનક પિંડોરિયા, પાર્થિવ મેપાણી, રિષિ હાલાઈ આગળ વધ્યા છે. જનક પિંડોરિયા તો આફ્રિકા-દુબઈ સુધી રમ્યો છે. એસજીવીપી રિબડા પણ ગયા છે. શારીરિક રીતે સક્ષમ કરવા વ્યાયામ કરાવાય છે. માંડવીની દીકરી ઈશિકા પિંડોરિયા સૌરાષ્ટ્ર અન્ડર-17માં પણ રમી છે. ગ્રામ્યકક્ષાએ પદ્ધતિસરની તાલિમ ખરેખર આશાનું કિરણ બની છે. 

Panchang

dd