જાકાર્તા, તા.4 : ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ-1000 બેડમન્ટિન ટૂર્નામેન્ટના બીજા
રાઉન્ડમાં હારીને ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ બહાર થઈ છે. દ. કોરિયાની વિશ્વ નંબર
વન ખેલાડી આન સે યંગ સામે સિંધુનો બીજા રાઉન્ડમાં 17-21 અને 14-21થી પરાજય
થયો છે. આ જ ખેલાડીની વિરુદ્ધ ગત સપ્તાહે સિંગાપોર ઓપનના ક્વાર્ટરમાં સિંધુ હારી હતી.
આન સે યંગ વિરુદ્ધ પીવી સિંધુ 10મો મેચ હારી
છે. આ સિવાય મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં ભારતનો યુવા ખેલાડી આયુષ શેટ્ટી હોંગકોંગના
ખેલાડી સી. વાય. લી સામે 21-16, 13-21 અને 14-21થી હારીને
ઇન્ડોનેશિયા ઓપનની બહાર થયો હતો.