• શુક્રવાર, 05 જૂન, 2026

સારા-એંડ્રિયાની જોડી મિક્સ ડબલ્સમાં વિજેતા

પેરિસ, તા. 4 : ફ્રેન્ચ ઓપનમાં ગુરુવારે સારા એરાની અને એંડ્રિયા વાવસોટીની જોડીએ મિક્સ ડબલ્સના ફાઈનલ મુકાબલામાં ગૈબ્રિએલા ડાબ્રેવ્સ્કી અને ઈવાન કિંગની જોડીને 4-6, 6-3, 10-4થી હાર આપી હતી.  આ જીત સાથે ઈટાલિયન જોડી 2019 બાદ ફ્રેન્ચ ઓપન મિક્સ ડબલ્સની ટ્રોફી સળંગ બીજીવાર જીતનાર પહેલી જોડી બની ગઈ છે. બીજીતરફ, રશિયાની 19 વર્ષીય મીરા એન્ડ્રિયા મહિલા સિંગલ્સની ફાઈનલમાં પહોંચી હતી. સારા અને એંડ્રિયાની જોડીએ એક સેટમાં પાછળ રહ્યા પછી પ્રભાવશાળી વાપસી કરતા એક કલાક 19 મિનિટના મુકાબલાના અંતે મેદાન માર્યું હતું.  સેમિ ફાઇનલમાં મીરાનો યુક્રેનની ખેલાડી માર્તા કોત્સૂયક વિરૂધ્ધ 6-1 અને 6-3થી વિજય થયો હતો. આઠમા ક્રમની મીરા એન્ડ્રિવા પહેલીવાર કોઇ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી છે. ઇટાલીનો ખેલાડી મેટેઓ અર્નાલ્ડી પહેલીવાર કોઇ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. મેન્સ સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં હરીફ ખેલાડી મેટેઓ બેરેટિની ઇજાને લીધે હટી ગયો હતો. આ સમયે અર્નાલ્ડી 7-પ અને પ-2થી આગળ ચાલી રહ્યો હતો. 2પ વર્ષીય અર્નાલ્ડીનો વિશ્વ ક્રમાંક 104 છે. તે આ વખતે ફ્રેંચ ઓપનમાં મોટી સરપ્રાઇઝ બની ઉભરી આવ્યો છે. સેમિ ફાઇનલમાં તેની ટકકર ઇટાલીના જ ખેલાડી ફલેવિયો કોબોલી વિરૂધ્ધ થશે. તેણે ચોથા ક્રમના કેનેડાના ખેલાડી ફલેકિસ ઓગર એલિયાસિમ સામે 4-6, 6-4, 6-4 અને 6-4થી જીત મેળવી હતી. ભારતના ખેલાડી એન. શ્રીરામ બાલાજીની ફ્રેંચ ઓપનની સફર સમાપ્ત થઇ હતી. તે બ્રાઝિલના જોડીદાર માર્સેલો ડેનોલિનર ડબલ્સના કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. જયાં બીજા ક્રમની જોડી હેરી હેલિયોવારા અને હેનરી પેટન સામે તેમની 3-6 અને 4-6થી હાર થઇ હતી. 

Panchang

dd