• શનિવાર, 13 જૂન, 2026

રતનાલ પાસે આરટીઓના અધિકારીને સાંકળતો હાથાપાઈનો મામલો સપાટીએ

ભુજ, તા. 5 : અંજાર તાલુકાના રતનાલ ગામ નજીક કાર્યરત સીએનજી પંપ ખાતે આરટીઓ વિભાગના એક અધિકારીને સાંકળતા મારામારી સહિતના ડખાએ ચકચાર જગાવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયેલા આ પ્રકરણમાં લાઈન વચ્ચે ઘૂસી સીએનજી ભરાવવાનો આરટીઓ ઈન્સ્પેક્ટરનો મુદ્દો નિમિત્ત બન્યો હતો. કરાયેલા આક્ષેપો મુજબ, અધિકારીએ હાથાપાઈ સહિતના બનાવોને અંજામ આપી આઠેક હજાર રૂપિયાના દંડનો મેમો પણ પકડાવ્યો હતો. આ બાબતે અંજાર અને પદ્ધર પોલીસ મથકનો સંપર્ક સાધતાં આ ઘટના હજુ દફતરે ચડી ન હોવાની વિગતો અપાઈ હતી. અલબત્ત, સોશિયલ મીડિયાના કારણે વીડિયોગ્રાફી સાથેનો આ કિસ્સો દૂર-દૂર સુધી પ્રસર્યો હતો. 

Panchang

dd