• શનિવાર, 06 જૂન, 2026

જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રગતિપથ યાત્રા યોજાશે

ભુજ, તા. 5 : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના દિશાનિર્દેશો મુજબ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ વિકાસની પ્રક્રિયામાં નાગરિકોની વ્યાપક લોકસહભાગિતા વધારવાના હેતુથી કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન અને અમલીકરણ માટે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી તા. 08 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન જિલ્લા સ્તરે યોજાનારી `પ્રગતિપથ યાત્રા' અને `િવકસિત ભારત સંકલ્પ સંમેલન' અંગેની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રકલ્પો અને વિકાસકાર્યોથી નાગરિકો માહિતગાર થાય તે માટે 08 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન `પ્રગતિપથ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં કચ્છ જિલ્લાના અંદાજે 12 જેટલા વિકાસલક્ષી અને ઉત્કૃષ્ટ સ્થળોને આવરી લેવામાં આવશે. આ મુલાકાત બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં સંસદસભ્ય, ધારાસભ્ય તેમજ જિલ્લાના 8-10 લોકોના જૂથમાં ઉત્કૃષ્ટ સ્થળોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવા અને સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાકક્ષાએ એક પ્રબુદ્ધ સંમેલન એટલે કે `િવકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાશે. આ કાર્યક્રમમાં 500થી વધુ લોકોની ઉપસ્થિતિ રહેશે. આ સંમેલનમાં મુખ્ય મહેમાનો અને વક્તાઓ દ્વારા `બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના' વિષય પર અલગ અલગ મુદ્દાઓને આવરીને વક્તવ્ય આપવામાં આવશે. આ બંને કાર્યક્રમોના અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને `જિલ્લાકક્ષાની સંકલન સમિતિ'ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંતઆમંત્રણ સમિતિ, વ્યવસ્થા સમિતિ, મીડિયા અને પ્રચાર સમિતિ તેમજ સુરક્ષા સમિતિ જેવી વિવિધ પેટા સમિતિઓ બનાવવામાં આવી છે. 

Panchang

dd