• શનિવાર, 06 જૂન, 2026

માંડવીમાં તમંચા સાથે સહોદર ઝડપાયા

મુંદરા, તા. 5 : લોકલ કાઇમ બ્રાન્ચ (પશ્ચિમ કચ્છ)-ભુજ દ્વારા કરાયેલી એક નોંધપાત્ર કાર્યવાહીમાં માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દેશી હાથબનાવટના તમંચા (કટ્ટા) તથા વિવિધ જીવલેણ હથિયારો સાથે બે ઇસમને પકડી પડાયા હતા.  આ કાર્યવાહીમાં આરોપીઓ ડ્રાઇવિંગનો ધંધો કરતો અહેજાજઅહેમદ રજાકમિયા બુખારી અને શ્રમજીવી મુશરફ રજાકમિયા બુખારીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા આરોપી તેના પિતા રજાકમિયા અબ્દુલઅજીજમિયા બુખારીને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી એક દેશી તમંચો (કટ્ટો) કિં. રૂા. 2000, એક જીવતી કારતૂસ કિં. રૂા. 100, એરગન પિસ્ટલ કિં. રૂા. 500, લોખંડની છરીઓ નંગ-3 કિં. રૂા. 300, ધારિયા નંગ-2, કિં. રૂા. 100, પ્લાસ્ટિકના હાથાવાળી કરવત કિં. રૂા. 50, કુહાડી કિં. રૂા. 100, ધોકો, પાઈપ નંગ-9, મોબાઈલ ફોન નંગ-2 કિં. રૂા. 25,000 સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. આજે મુંદરામાં વિભાગીય પોલીસ અધીક્ષક આઇપીએસ ગૌતમ  વિવેકાનંદે પત્રકારોને વધુમાં આપેલી માહિતી મુજબ સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છ  પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની ગેરકાયદેસર હથિયાર રાખતા  તમંચા સાથે સહોદર ઝડપાયા ઈસમો સામે કાયદેસર કાર્યવાહીની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છની ટીમ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન ભૂકંપનગરી ખાતે રહેતા આ આરોપીઓના રહેણાક મકાનમાં તપાસ કરતાં ઘરના કબાટમાંથી એક દેશી તમંચો (કટ્ટો) તથા એક જીવતી કારતૂસ, પિસ્ટલ, જીવલેણ હથિયારો સહિતની ચીજો મળી આવી હતી, જેના કોઈ આધાર-પુરાવા નહોતા તેમજ કારતૂસ બાબતે પોલીસે પૂછતાં જણાવાયું કે, આ હથિયાર તેને તેના પિતા રજાકમિયા બુખારીએ આપ્યા હતા, જેથી આ ત્રણેય વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ રપ (1-બી), એ તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ફરિયાદ આપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે. નોંધનીય છે કે, આરોપીઓ અહેજાજઅહેમદ બુખારી, મુશરફ બુખારી, રજાકમિયા બુખારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે માંડવી પોલીસ સ્ટેશન અને માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના નોંધાયા છે. આ કામગીરીમાં પોલીસ તંત્રના અધિકારી/કર્મચારીઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ-ભુજ પી.એસ.આઈ. એમ.એચ. શિણોલ તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજી મહેશ્વરી, સૂરજ વેગડા તથા હેડ કોન્સ્ટેબલ મૂળરાજ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશ ગઢવી જોડાયા હતા. 

Panchang

dd