• શનિવાર, 13 જૂન, 2026

રસ્તા પર સજા કેમ ? બંગાળ પોલીસ સરકારને હાઈકોર્ટની ફટકાર

કોલકાતા, તા.5 : બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ અપરાધો પર અંકુશ લાવવા પોલીસની કાર્યવાહી પર રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે `સ્ટ્રીટ જસ્ટિસ' એટલે કે `રસ્તા પર ન્યાય'ની પોલીસની પ્રવૃત્તિ સામે વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યની વડી અદાલતે આ બાબતને ગંભીરતાથી લેતાં પોલીસ તેમજ શુભેન્દુ સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, કમરમાં દોરડું બાંધીને ફરાવવાનો શું અર્થ છે! કોઈ વ્યક્તિ દોષી છે, તો ફાંસી આપી દો. રસ્તા પર તમાશો શા માટે તેવો સવાલ  કર્યો હતો. આ મામલામાં જનહિત અરજીઓ પર સુનાવણી કરતાં પોલીસની કાર્યવાહી સામે વડી અદાલતે ભારે નારાજગી દર્શાવી હતી. હાઈકોર્ટે કાનૂની કાર્યવાહી અને જાહેરમાં અપમાન વચ્ચેનો ભેદ સમજવાની ટકોર પોલીસને કરી હતી. 

Panchang

dd