• શનિવાર, 06 જૂન, 2026

માધાપરની યુવતી તરણ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

ભુજ, તા. 5 : માધાપરની યુવતીએ ફિન્સ સ્વીમિંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા. 9મી રાષ્ટ્રીય કક્ષાની ફિન્સ સ્વીમિંગ ચેમ્પિયનશિપનું કેમ્પલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પણજી (ગોઆ) મુકામે આયોજન કરાયું હતું, તેમાં 20થી પણ વધુ રાજ્યોના 500થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હિમધી ગિરીશભાઇ ચૌહાણે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ 50 મીટર, 100 મીટર, 200 મીટર ત્રણેય સ્પર્ધામાં બીજો નંબર અને 400 મીટર ફિન્સ સ્વીમિંગ સ્પર્ધામાં તૃતીય નંબર જ્યારે 50 # 4 રીલેમાં બીજો અને 100 # 4 રીલેમાં તૃતીય નંબર મેળવી વિજેતા થયેલ છે. કચ્છ ગુર્જર ક્ષત્રિય મહાસભાના પ્રમુખ `સમાજરત્ન' વિનોદભાઇ સોલંકી અને કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજભાઇ સોલંકીએ શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદ મધ્યે રાજ્ય કક્ષાની સ્વીમિંગ સ્પર્ધામાં નેશનલ મેડાલિસ્ટ ખેલાડીઓ સાથે પણ હિમધી ચૌહાણે ભાગ લઇ 1500 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં બ્રોન્ઝ અને રીલેમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 

Panchang

dd