ભુજ, તા. 5 : રાજકોટ ખાતે ત્યાંના પૂર્વ
જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા રાજા ચાવડા સહિતના સામે દુષ્કર્મ, અપહરણ અને 20 લાખની ખંડણી સહિતના આરોપોવાળી
મૂળ કચ્છની યુવતીની ફરિયાદ નોંધાતાં હાઈપ્રોફાઈલ ગુનાહિત કિસ્સો ચોપડે ચડયો છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાના
ભત્રીજા અને જિલ્લા પંચાયતની બેડી સીટના પ્રતિનિધિ સુમિતા ચાવડાના પતિ રાજેશ ઉર્ફે
રાજા ચાવડા વિરુદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાની
ભોગ બનનારી 20 વર્ષીય યુવતી દ્વારા ભાજપ અગ્રણીના
ભત્રીજા સહિત પરિવારના સભ્યો સામે બળાત્કાર, મારપીટ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવાતા તપાસ શરૂ કરાઈ છે. આ કિસ્સામાં
20 લાખની ખંડણીની માગણી કરાઈ હોવાનો
પણ આરોપ મુકાયો છે. આ મામલે સૌપ્રથમ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ગુનો
દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદમાં
તપાસ માટે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો છે.