• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

માંડવીમાં અમાનુષી મારનો વીડિયો વાયરલ થતાં ત્રણ અજાણ્યા સામે ફરિયાદ

ભુજ, તા. 9 : માંડવીના આઝાદચોકમાં રાતે એક શખ્સને અમાનુષી રીતે ધોકા વડે માર મારતા હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ફરિયાદી બની ત્રણ અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે માંડવી પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ આજે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મમાં એક અજાણ્યા શખ્સને લાકડાના ધોકા વડે માર મારી તથા ગાળો આપતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ચાર ઇસમ દેખાય છે. જેના કપડાંના વર્ણન સહિતની વિગતો ફરિયાદમાં નોંધી છે. એક ઇસમ `ખડા રહે સીધા વરના મારું' તેવી વાત કરી અન્યએ ધોકો મારી દીધા બાદ સૂવડાવી ધોકા વડે અમાનુષી માર મારતાં ધોકે તૂટી ગયા પછી બીજા લાકડાંના ધોકાથી મારતા જોવા મળે છે. આ બનાવ માંડવીના આઝાદ ચોકમાં આજથી કોઇ પણ સમયે રાત્રિ દરમ્યાન બન્યાનું જણાયું છે. પોલીસે અજાણ્યા ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd