નવી દિલ્હી, તા.7 : દિલ્હી કેપિટલ્સ
ટીમે આઇપીએલ-2026 સીઝનમાં દબદબો જાળવી રાખવો
હશે તો બુધવારે રમાનારી મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ તેના ટોચના ક્રમના બેટધરોએ દેખાવ
સુધારવો પડશે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ ટીમ સતત બે હાર સહન કરી ચૂકી છે. હારની હેટ્રિક
ખાળવા ગિલની ટીમે તમામ મોરચે દેખાવ સુધારવો જરૂરી છે. દિલ્હી કેપિટલ્સના બોલર્સે સારો દેખાવ કર્યો છે.
આથી બે મેચમાં જીત મળી છે જ્યારે બેટિંગ મોરચો
એકલો 22 વર્ષીય અનકેપ્ડ ખેલાડી સમીર
રિઝવી સંભાળી રહ્યો છે. આ સામે રાહુલ સહિતના બાકીના બેટધરો હજુ સુધી કલીક થયા નથી.
ગુજરાત સામેની મેચમાં કેએલ રાહુલ મોટી ઇનિંગ્સ રમી શકે છે. પથૂમ નિસંકા અને નીતિશ રાણા
સામે ગુજરાતના ફાસ્ટ બોલર કાગિસો રબાડા, મોહમ્મદ સિરાઝ અને પ્રસિધ્ધ કૃષ્ણાનો સામનો કરવાનો પડકાર રહેશે. બીજી તરફ શુભમન
ગિલના સુકાનીપદ હેઠળની ટીમ ગુજરાત ટાઇટન્સે વર્તમાન સીઝનમાં હજુ પોઈન્ટ ટેબલ પર ખાતું
ખોલાવ્યું નથી. પાછલી મેચમાં શુભમન ગિલ સ્નાયૂ ખેંચાઇ જવાથી રમ્યો ન હતો. રાજસ્થાન
રોયલ્સ સામે 20પ રનનું લક્ષ્ય
હાંસલ કરવાની ટાઇટન્સ પાસે તક હતી, પણ આખરી 2 ઓવરમાં 1પ રન થયા નહીં અને આંચકારૂપ હાર મળી હતી.