• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

અબડાસામાં આધારકાર્ડ સુધારાની યાતનાથી લોકો ત્રસ્ત

નલિયા, તા 9 : અબડાસા તાલુકામાં આધારકાર્ડ સુધારા કરાવવા સામાન્ય પ્રજા માટે માથાનો દુખાવો બન્યા છે. 164 ગામો ધરાવતા આ તાલુકામાં માત્ર બે જ આધારકાર્ડ સેન્ટરો આવેલા હોતાં અરજદારોને હાલાકી વેઠવી પડે છે તથા ખાનગી એજન્ટો દ્વારા આર્થિક શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દૂર-દૂરથી આવતા ગ્રામજનોને સામાન્ય નામ સુધારવા, અટક ઉમેરવા કે ચૂંટણી કાર્ડ મુજબ નામ કરાવવા જેવા કામો માટે જૂના આધારકાર્ડ હોઈ ગેઝેટનો આગ્રહ રાખાતાં ગરીબ અરજદારો માટે આર્થિક બોજ વધ્યો હતો તથા સ્થાનિક ઓપરેટરો દ્વારા સરકારી માર્ગદર્શિકા મુજબ કામગીરી ન થતી હોવાની સાથે ખાનગી એજન્ટો પૈસા લઈને એ જ કામો સહેલાઈથી કરાવી આપતા હોવાની ફરિયાદો ઉઠી હતી. અબડાસામાં આધારકાર્ડ જેવી પાયાની સુવિધા માટે હાલાકીથી લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી, જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી હતી. 

Panchang

dd