• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

સામખિયાળીમાં 56 હજારનો દારૂ જપ્ત : એક શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 9 : સામખિયાળીમાં દારૂ અંગેની બે કાર્યવાહીમાં પોલીસે રૂા. 56,170ના દારૂ સાથે એક શખ્સને પકડી પાડયો હતો, તો એક ગેરહાજર રહ્યો હતો. સામખિયાળીમાં સ્મશાન બ્રિજ પાસેથી નાગોર રાજસ્થાનના બલદેવરામ સોહુનરામ મેઘવાળને પકડી લેવાયો હતો, તેની પાસેના બેગમાંથી બ્લેન્ડરર્સપ્રાઈડ, ઈ.પી.એમ., રોયલ ચેલેર્ન્જસ, મેજિક મોમેન્ટ, એન્ટી ક્યૂટીની 70 મિ.લી.ની બે બોટલ, 180 મિ.લી.ના 68 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 29,770નો દારૂ જપ્ત કરાયો હતો. તે ક્યાંથી લાવ્યો હતો અને અહીં કોને આપવાનો હતો તે કાંઈ બહાર આવ્યું નથી. બીજી કાર્યવાહી સામખિયાળીના તીર્થ એવન્યૂ સોસાયટી પાછળ બાવળની ઝાડીમાં કરવામાં આવી હતી. અહીંથી એઈટ પીએમ ગ્રીન લેબલની 70 મિ.લી.ની 24 બોટલ કિંમત રૂા. 26,400નો શરાબ જપ્ત કરાયો હતોઘ પણ આરોપી રફીક કાદર મુલ્લા ગેરહાજર મળ્યો હતો. 

Panchang

dd