• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

ગાંધીધામમાં પાકિસ્તાની મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા

ગાંધીધામ, તા. 9 : શહેરના કાર્ગો વિસ્તારમાં પાકિસ્તાન સુપર લીગ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડી રૂા. 13,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેરના કાર્ગો પીએસએલ શેરી નંબર 3માં બજરંગબલી મંદિર પાછળ બે શખ્સો મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે અહીંના નવીન મિથિલેશ પાસવાન, ધીરજકુમાર ગોપાલ ચૌધરીને પકડી પાડયા હતા. આ બંને શખ્સો પાકિસ્તાનમાં ચાલતી પાકિસ્તાન સુપર લીગ ક્રિકેટની હૈદરાબાદ કિંગ્સમેન પેશાવરની મેચમાં સટ્ટો રમી રહ્યા હતા. બંને પાસેથી બે  મોબાઇલ તથા રોકડ રૂપિયા એમ કુલ્લ રૂા. 13,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. નવીન નામનો શખ્સ ટેલિગ્રામમાંથી આઇ.ડી. મેળવી તેના ઉપર આ સટ્ટો રમી રહ્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd