બેંગ્લુરુ, તા. 24 : વિરાટ
કોહલીએ 1પ વર્ષના લાંબા ગાળા બાદ વિજય હઝારે ટ્રોફીમાં રમીને
ધમાકેદાર સદી ફટકારી છે. કિંગ કોહલીની 101 દડામાં 14 ચોગ્ગા
અને 3 છગ્ગાથી આકર્ષક સદીની મદદથી દિલ્હી ટીમનો આંધ્રપ્રદેશ સામે 4 વિકેટે
વિજય થયો હતો. આંધ્રના પ0 ઓવરમાં 8 વિકેટે 298 રન
થયા હતા. જવાબમાં દિલ્હીએ ફકત 37.4 ઓવરમાં 6 વિકેટે 300 રન
કરી 74 દડા બાકી રહેતા વિજય પ્રાપ્ત કર્યો હતો. જો કે આ મેચમાં
દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત (પ) નિષ્ફળ રહ્યો હતો. નીતિશ રાણાએ 77 અને
પ્રિયાંશ આર્યએ 74 રન કર્યાં હતા. આંધ્ર તરફથી રિકી ભુઇના 122 રન
સર્વાધિક હતા. દિલ્હીના બોલર સિમરનજીત સિઘે પ4 રનમાં પ વિકેટ લીધી હતી. તે
પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ સદી સાથે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો વધુ એક
રેકોર્ડ તોડયો છે. તેણે સચિનથી વધુ ઝડપે લિસ્ટ એ ક્રિકેટમાં 16000 રન
પૂરા કર્યાં છે. કોહલીએ 330 ઇનિંગ્સમાં આ આંકડાને સ્પર્શ
કર્યો છે. જ્યારે સચિન તેંડુલકરના નામે 391 દાવમાં 16000 રન
હતા. તેના ખાતામાં લિસ્ટ એ ક્રિકેટમાં કુલ 21999 રન છે. જે માટે સચિને પ38 ઇનિંગ્સ
રમી છે.