ગાંધીધામ, તા. 24 : અહીંની આંગડિયા પેઢીના સંચાલકનાં અપહરણ અને પૈસા માગવાનાં
પ્રકરણમાં પોલીસે દિલ્હીથી તથા શ્રીગંગાનગર સેન્ટ્રલ જેલમાંથી તુશાંત ઉર્ફે સૂરજ ઉર્ફે
ટાઇગર લેખરાજ (પુષ્કર્ણા બ્રાહ્મણ) તથા આકાશસિંહ નિરંજનસિંહ સેંમર (રાજપૂત) નામના શખ્સોનો
કબજો મેળવ્યો હતો. તુશાંત સામે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા,
દિલ્હીમાં હથિયાર ચોરી, મારામારીના 24, જ્યારે આકાશ સામે આવા જ પ્રકારના ગુનાના દાખલ છે. ગાંધીધામ
વેપારીનાં અપહરણકાંડમાં હજુ હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા નામનો શખ્સ પોલીસની
પકડમાં આવ્યો નથી.