ગાંધીધામ, તા. 24 : રાપરમાં
થોડા દિવસ અગાઉ પૂર્વ કચ્છની પોલીસે હરિયાણાના શાર્પશૂટર તથા તેને આશરો આપનારા
શખ્સને પકડી પાડયો હતો. આ બંને શખ્સ થોડા દિવસ પહેલાં યોજાયેલી એક સભામાં નજરે
પડયા હોવાનું સપાટી ઉપર આવ્યું છે. જો કે,
આવું કાંઇ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. રાપરમાંથી એસ.ઓ.જી. અને
એલ.સી.બી.ની ટીમે એ.ટી.એસ.ના પગલે હરિયાણાના શાર્પશૂટર વિકાસ ઉર્ફે ગોલુ તથા તેને
આશરો આપનારા દિન્કેશ ઉર્ફે કાલી ગર્ગ નામના શખ્સોને દબોચી લીધા હતા અને બંનેને
મારતી ગાડીએ વડી કચેરીએ પહોંચાડવામાં આવ્યા હતા. આ બંને શખ્સ થોડા દિવસ અગાઉ
યોજાયેલ એક પક્ષની બેઠકમાં નજરે પડયા હોવાના આક્ષેપ ઊઠયા હતા. આ અંગે ભચાઉ
ડીવાય.એસ.પી. સાગર સાંબડાનો સંપર્ક કરતાં હાલમાં આવું કાંઇ જ ન હોવાનું જણાવ્યું
હતું.