મુંબઇ, તા. 24 : શ્રી
નાગરદાસ ડી. ભુતા હાઈસ્કૂલ,
અંધેરી પૂર્વ દ્વારા જયસુખલાલ નાગરદાસ ભુતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
ખાતે પેરેન્ટ્સ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ
શાળા અને પરિવાર વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો તથા ફિટનેસ અને એકતાનો સંદેશ
આપવાનો હતો. પ્રી-પ્રાઈમરી, પ્રાઈમરી અને સેકન્ડરી વિભાગના
છાત્રોના માતા-પિતાઓએ ઉત્સાહપૂર્વક વિવિધ રમતોમાં ભાગ લીધો. શાળાના ટ્રસ્ટી
શુભેન્દુજી ભુતા અને તેજાશ્રી ભુતા, પી.ટી.એ. સભ્યો, મેનેજમેન્ટ,
શિક્ષકો અને સ્ટાફની ઉપસ્થિતિ હતી. મ્યુઝિકલ ચેર, દોડ, લીંબુ-ચમચી રેસ, ટોર્ટોઇઝ
રેસ અને ટીમ ગેમ્સ યોજાઇ હતી. વાતાવરણ આનંદ અને ઉત્સાહથી છલકાઈ ગયું હતું. ઝુમ્બા
ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.