જયપુર, તા. 24 : સાત
વર્ષ પછી વિજય હઝારે વન ડે ટ્રોફી રમી રહેલા ભારતના પૂર્વ કપ્તાન રોહિત શર્માએ
પહેલી મેચમાં જ હલ્લાબોલ કરીને 94 દડામાં 18 ચોગ્ગા
અને 9 છગ્ગાથી 1પપ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી
હતી. આથી સિક્કીમ સામે મુંબઇ ટીમનો 117 દડા બાકી રહેતા 8 વિકેટે
આક્રમક વિજય થયો હતો. પહેલા દડાથી જ પાવર હિટિંગ કરનાર રોહિત શર્માએ તેની અર્ધસદી
ફક્ત 27 દડામાં પૂરી કરી હતી. જ્યારે 61 દડામાં સદી પૂરી કરી મેદાન પર
રનનું રમખાણ સર્જ્યું હતું. ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લઇ
ચૂકેલ રોહિતની વિસ્ફોટક ઇનિંગથી મુંબઇ ટીમે 237 રનનું વિજય લક્ષ્યાંક 2 વિકેટ
ગુમાવીને 30.3 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. મુંબઇ
તરફથી અંગક્રિશ રઘુવંશીએ 38 રન કર્યા હતા. મુશીર અને સરફરાઝ
અનુક્રમે 27 અને 8 રને નોટઆઉટ રહ્યા હતા. આ પહેલા
સિક્કીમ ટીમના પ0 ઓવરમાં 7 વિકેટે 236 રન
થયા હતા.