ભુજ, તા. 24 : શહેરના
મંગલમ ચાર રસ્તા નજીક ગટર લાઇન બેસી જતાં સમગ્ર વિસ્તારમાં દૂષિત પાણી ફરી વળતાં લોકોને
ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ગઇકાલે ભુજના મંગલમ ચાર રસ્તા નજીકના માર્ગો પર
ગટરના પાણી ફરી વળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અતિ દુર્ગંધને પગલે
માર્ગ પરથી પસાર થનારા તથા આસપાસના દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. દરમ્યાન, આજે ગટર લાઇન બેસી જતાં મોટી માત્રામાં દૂષિત પાણી ઉભરાઇને માર્ગને ઘમરોળ્યો
હતો. આ બાબતની જાણ થતાં ભુજ સુધરાઇની ટીમે તૂટેલી લાઇન મરંમતનું કામ હાથ ધર્યું હતું.