વેલિંગ્ટન, તા. 24 : ભારતના
પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની વનડે અને ટી-20 ટીમ જાહેર થઈ છે. યુવા ઝડપી બોલર
જેડન લોનેકસને આવતા મહિને યોજનારા પ્રવાસની લીમીટેડ ઓવર્સની ટીમમાં પહેલીવાર જગ્યા
મળી છે. કિવિઝની વન ડે ટીમમાં ઓલરાઉન્ડર ક્રિસ્ટન કલાર્ક, લેગ સ્પિનર આદિત્ય અશોક
અને બે ઝડપી બોલર જોશ કલાર્કસન તથા માઇકલ રેની વાપસી થઇ છે. માઇકલ બ્રેસવેલ વન ડે
ટીમની કપ્તાની કરશે. જયારે મિચેલ સેંટનર ટી-20 ટીમનું સુકાન સંભાળશે. તે ઇજાને
લીધે વન ડે શ્રેણીનો હિસ્સો બનશે નહીં. કેન વિલિયમ્સનને ભારત પ્રવાસમાં વિશ્રામ
અપાયો છે. રચિન રવીન્દ્ર ફકત ટી-20 શ્રેણીની ટીમમાં સામેલ છે. ભારત
અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન ડે શ્રેણીની શરૂઆત 11 જાન્યુઆરીએ વડોદરાથી થશે.
શ્રેણીની બીજી મેચ તા. 14 જાન્યુઆરી-મકર સંક્રાંતિ પર્વ પર
રાજકોટ ખાતે રમાશે. જયારે પ મેચની ટી-20 શ્રેણીની શરૂઆત 21 જાન્યુઆરીથી
નાગપુરથી થશે.
ન્યુઝીલેન્ડ વન ડે ટીમ: માઇકલ
બ્રેસવેલ (કેપ્ટન), આદિત્ય અશોક, ક્રિસ્ટન કલાર્ક, જોશ કલાર્કસન, ડવેન કોન્વે, જેક
ફોકસ, મિચેલ હે (વિકેટકીપર), કાઇલ
જેમિસન, નિક કેલી, જેડન લોનેકસ,
ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રે અને વિલ યંગ.
ટી-20 ટીમ :
મિચેલ સેંટનર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડવેન કોન્વે (વિકેટકીપર), જેકબ ડફી, જેકસ ફોકસ, મેટ હેનરી, કાઇલ
જેમિસન, બેવન જેકબ્સ, ડેરિલ મિચેલ,
જેમ્સ નિશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટિમ રોબિન્સન અને ઇશ સોઢી.