મુન્દ્રા, તા. 24 : મુન્દ્રા શહેર અને તાલુકા વિસ્તારમાં ગીચ
ટ્રાફિક અને જાહેર માર્ગો પર દબાણોની વારંવાર ઊઠતી ફરિયાદ વચ્ચે આજે સવારે માર્ગ
મકાન વિભાગ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને મુન્દ્રાનાં શક્તિનગર વિસ્તારથી
રાશાપીર સર્કલ સુધી દબાણ હટાવ કામગીરી આદરવામાં આવી હતી. શક્તિનગર માર્ગ પર મોટા
વાહનોની અવરજવર અને વારંવાર ટ્રાફિક જામ અને નાના-મોટા અકસ્માતોની ઘટના બહાર આવતી
હોય તે હોય છે ત્યારે રાહતરૂપ કામગીરીમાં સાંજે જાણવા મળ્યા પ્રમાણે લગભગ 50થી વધુ
નાના અને કાચા પાકા દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ સંબંધે માર્ગ અને મકાન વિભાગનાં ઇજનેર શ્રી
શેઠિયાનો સંપર્ક કરતાં તેમણે કાર્યવાહી થયાને સમર્થન આપતાં વધુમાં ઉમેર્યું હતું
કે, રસ્તાથી
બંન્ને બાજુનાં તેમનાં હસ્તકનાં માર્ગો પર બોર્ડ, નાના-મોટા
ઓટલા, છાપરાં જેવા દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરાયો છે. આ
દબાણને લીધે વાહનોનું રસ્તા પર પાર્કિંગ કરવામાં આવતું હતું અને માર્ગ સાંકડો બની
જતો હતો ત્યારે પોલીસ તંત્ર સાથે મળીને આજે સવારથી કાર્યવાહી આદરવામાં આવી હતી.