• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

આકાશ-એનજી મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હીતા.24 : ભારતીય સેનાએ આકાશ મિસાઈલ સંરક્ષણ સિસ્ટમના એડવાન્સ્ડ વર્જન આકાશ નેક્સ્ટ જનરેશન (આકાશ-એનજી)નું ઓરિસ્સાના ચાંદીપુરથી સફળ પરીક્ષણ કર્યું હતું. તેને દેશની સ્વદેશી એર ડિફેન્સ તાકાતને મજબૂત કરવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ડીઆરડીઓ અનુસાર પરીક્ષણ દરમ્યાન આકાશ-એનજીએ અલગ-અલગ અંતર અને ઊંચાઈ પર મોજૂદ હવાઈ લક્ષ્છયોને સફળતાથી નષ્ટ કર્યા હતા. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ફાઈટર જેટ, ક્રૂઝ મિસાઈલ, ડ્રોન અને યુએવીને 80 કિ.મી. દૂર અને આકાશમાં 20 કિ.મી. ઊંચાઈ સુધી નિશાન બનાવી શકે છે. તેની પાસે એક સાથે 10 લક્ષ્યને નિશાન બનાવવાની ક્ષમતા છે. અધિકારીઓ અનુસાર આકાશ-એનજી એક આધુનિક અને શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ છે. તેને ડીઆરડીઓએ વિકસિત કર્યું છે અને તેનું નિર્માણ ભારત ડાયનેમિક્સ લિમિટેડએ કર્યું છે. તેને ભારતીય વાયુસેના અને ભારતીય સેનામાં સામેલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. તેના સમાવેશથી દેશની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે.

Panchang

dd