• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં મહિલાના આપઘાત પ્રકરણે સાસરિયા સામે ગુનો દાખલ

ગાંધીધામ, તા. 24 : શહેરના સેક્ટર-7 વિસ્તારમાં દેવીબેન રબારીના આપઘાત પ્રકરણે તેના સાસરિયા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના સેક્ટર-7માં રહેનાર દેવીબેન દેવા રબારીએ ગત તા. 18/12ના વહેલી પરોઢે લાકડાંની આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવમાં સાંતલપુર ચારણકોના સગતા કારૂભાઈ મકવાણા (રબારી)એ મહિલાના પતિ દેવા સામતા ધાંધર (રબારી), જેઠ રામજી સામતા ધાંધર તથા જેઠાણી નામાબેન રામજી ધાંધર સામે ફરિયાદ નોંધાવી હતી. દેવાએ બે લાખ ઉછીના  લીધા હતા જે પાછા આપવા માટે આ ત્રણેય આરોપી દેવીબેન પાસે વારંવાર રૂપિયાની માગણી કરતા હતા અને તેમને શારીરિક-માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરી દુષ્પ્રેરણ કરતા આ મહિલાએ ફાંસો ખાઈ જીવ દીધો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd