• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ઇશાનની 33 દડામાં સદી એળે : ઝારખંડ સામે 413નો લક્ષ્યાંક આંબી કર્ણાટકની જીત

અમદાવાદ, તા. 24 : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં આક્રમક સદી ફટકારી ટીમ ઇન્ડિયાની ટી-20 વિશ્વ કપ ટીમમાં એન્ટ્રી કરનાર વિકેટકીપર-બેટર ઇશાન કિશને ફરી એકવાર ધૂંઆધાર સદી ફટકારી છે. વિજય હઝારે ટ્રોફીના કર્ણાટક વિરુદ્ધની મેચમાં ઝારખંડ તરફથી રમી રહેલ ઇશાન કિશને ફક્ત 33 દડામાં સદી કરી હતી. ઇશાન કિશને 39 દડામાં 7 ચોગ્ગા અને 14 છગ્ગાથી 12પ રન કર્યા હતા. ઝારખંડ પ0 ઓવરમાં 9 વિકેટે 412 રન ખડક્યાં હતા. 412 રનનો સ્કોર પણ ઝારખંડને જીત અપાવી શક્યું ન હતું. કર્ણાટક ટીમે વળતો પ્રહાર કર્યો હતો અને 47.3 ઓવરમાં પ વિકેટે 413 રન કરી પ વિકેટે વિક્રમી વિજય નોંધાવ્યો હતો. દેવદત્ત પડીક્કલે 118 દડામાં 10 ચોગ્ગા-7 છગ્ગાથી સર્વાધિક 147 રન કર્યા હતા.

Panchang

dd