• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

અંજારમાં ચાઈનીઝ દોરી સાથે દુકાનદારની અટક

ગાંધીધામ, તા. 24 : અંજારના 6 મીટર રોડ પર આવેલી રમકડાંની એક દુકાનમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે શખ્સને પકડી પાડયો હતો. અંજારના 6 મીટર રોડ પર આવેલી ટોયમોલ એન્ડ સિઝનેબલ નામની દુકાનમાં ચાઈનીઝ દોરી વેચાતી હોવાની પૂર્વ બાતમીના આધારે આજે બપોરે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી. તપાસ દરમ્યાન મોનો સ્કાય લખેલી 6 ચાઈનીઝ દોરીની ફિરકી મળી આવી હતી. ફોર ઈન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી લખેલ રૂા. 3000ની આ ફિરકી પોલીસે જપ્ત કરી હતી. ભચાઉ બાદ અંજાર પોલીસે પણ ચાઈનીઝ દોરી અંગે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગાંધીધામ, આદિપુરમાં કોની રાહ જોવાય છે તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. અંજાર પોલીસે લિયાકતઅલી ઈકબાલ મેમણને પકડી પાડયો હતો.

Panchang

dd