• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં 2 જાન્યુના જિલ્લા કક્ષાનો વાયબ્રન્ટ કાર્યક્રમ

ગાંધીધામ, તા. 24 :  વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છની જિલ્લા કક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન આગામી તા. 2 જાન્યુઆરીના કરાશે. વહીવટી તંત્ર, દિન દયાલ પોર્ટ ઓથોરીટી, ડી.પી. વર્લ્ડ ફોકીયા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમ દરમ્યાન ઔદ્યોગિક એકમો, વ્યાવસાયીક એકમો, અને સંલગ્ન વ્યવસાયકારોને મંચ પુરો પાડવામાં આવશે. ગાંધીધામમાં ડો. બાબાસાહેબ આંબેકડર કન્વેન્સશન સેન્ટર ખાતે આયોજીત વાઈબ્રન્ટ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન, મહેમાનોની મુલાકાત, મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ, વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની  સહભાગીતા, નોલેજ સેગમેન્ટ સેમિનાર, ઔદ્યૌગિક એકમો અને વ્યાવસાયીક એકમો દ્વારા પ્રદર્શન, તેમજ એમ.આ.યુ અંગેના આયોજનની સમીક્ષા કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડીને દરેક કાર્યક્રમ સુચારું રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. એક્ઝિબિશન, બી. ટુ બી, બી.ટુ. જી બેઠકો સાથે વિવિધ એમ.ઓ.યુ કરાશે. આ અયોજન થકી કચ્છના વિકાસને ગતિ મળશે. વાઈબ્રન્ટ કચ્છના પ્રોગ્રામમાં જિલ્લાના હસ્ત્કળા સાથે સંકળાયેલા આર્ટિઝનનો સ્ટોલ લગાવવા જણાવ્યું હતું. ગત વર્ષે ગાંધીધામ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ 139 એમ.એસ.એમ.ઈ એકમો સાથે રૂ.3370ના કરોડના એમ.ઓ.યુ સાઈન થયા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, જિલ્લા ગ્રામ ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ભરત નકુમ, તમામ પ્રાંત અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd