• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ સ્પર્ધામાં ભુજનાં મહિલા ખેલાડી ઝળક્યાં

ગાંધીનગર, તા. 24 : ગાંધીનગર ખાતે સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ કલ્ચર એન્ડ સ્પોર્ટસ બોર્ડ, ભારત સરકાર ઉપક્રમે અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા-26નું આયોજન સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરાયું હતું, જેમાં સરકારી પોલિટેકનિક, ભુજ ખાતે વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવતા અને માસ્ટર્સ ટેનિસ એકેડમીમાં યોગેશ જોષીનાં માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ લેતાં જ્હાન્વી નરેન્દ્ર ઠક્કરે ગુજરાત સચિવાલયની ટીમ વતી ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ ટૂર્નામેન્ટમાં ગુજરાત સચિવાલયની વુમન્સ ટીમે કાંસ્ય પદક મેળવ્યો હતો. ગુજરાત ટીમને દિલ્હી તથા મુંબઈ સહિતની ટીમોનો સામનો કરવાનો હતો. ટીમની આ સફળતામાં જ્હાન્વીએ બધા રાઉન્ડમાં સિંગલ્સ અને ડબલ્સ મેચ રમીને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કાંસ્ય પદક માટેના સિંગલ્સ મુકાબલામાં તેમણે મુંબઈની ખેલાડી સામે એકતરફી 9-0ના સ્કોરથી નિર્ણાયક જીત હાંસલ કરી હતી. ભુજના આચાર્ય ડો. ગૌરાંગ લાખાણી, ખાતાના વડા કલ્પા હરપાલ, મિત્રો તથા માસ્ટર્સ ટેનિસ એકેડમીના સાથી ખેલાડીઓએ તેમને બિરદાવ્યાં હતાં.

Panchang

dd