• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

રામકૃષ્ણ-માંડવી અને સેન્ટ ઝેવિયર્સ મુંદરાની જીત

ભુજ, તા. 17 : મસ્કા ક્રિકેટ એકેડેમીનાં મેદાન પર કચ્છમિત્ર એન્કર કપમાં આર.એચ.પી. મસ્કા હાઈસ્કૂલને હરાવીને રામકૃષ્ણ હાઈસ્કૂલ-માંડવીએ, તો શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ-માંડવીને પરાસ્ત કરીને સેન્ટ ઝેવિયર્સ-મુંદરાએ આગેકૂચ કરી છે. રામકૃષ્ણ ટીમે રાજેશ મિત્રીના પ9 દડામાં સાત ચોગ્ગા સાથે ઝમકદાર પ0, માહિર સુમરાના 17 દડામાં  16 અને અંકિત ચંદેના 1પ રનની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 127 રન કર્યા હતા. મસ્કા વતી હિરેન જેપારે 22 રનમાં ચાર, ખીમજી મોતાએ 16માં એક અને સૈમ્ય મોતાએ 22માં એક વિકેટ ખેરવી હતી.     જવાબમાં મેન ઓફ ધ મેચ નિશાંત પટાલિયા(માત્ર છ રનમાં પાંચ વિકેટ)ના તરખાટ સામે મસ્કા ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 116 રન સુધી સીમિત રહી હતી. કલ્પેશ મોતાએ 44 દડામાં છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 47, સૈમ્ય મોતાએ ત્રણ ચોગ્ગા સાથે 18 રન કર્યા હતા. અઝીમ સુમરાએ 23માં એક અને આશિષ ગઢવીએ 29માં એક વિકેટ ખેરવી હતી. રીના મોતા અને જયરાજ રાઠોડ અમ્પાયર અને ધવલ મોતા અને સૈમ્ય પટેલ સ્કોરર રહ્યા હતા. મસ્કા હાઈસ્કૂલના પ્રિન્સીપાલ મયૂર રાવલ હાજર રહ્યા હતા. બપોરે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામે સેકન્ડ મેન ઓફ ધ મેચ પ્રિન્સ આહીરના 46 દડામાં બે ચોગ્ગા સાથે 2પ રન છતાં 1પ.1 ઓવરમાં પ3 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેન ઓફ ધ મેચ રાજ ગોસ્વામીએ 14 રનમાં ચાર, નઝીમ સાંધે પાંચમાં બે અને ક્રિષ્ના ભુજડે પાંચમાં બે વિ. ઝડપી હતી. મુંદરાએ જોય પંડિતના માત્ર 17 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે 39 અને આયુષ પટેલે આઠ દડામાં બે ચોગ્ગા સાથે 10 રન થકી માત્ર 4.1 ઓવરમાં વિના વિકેટે લક્ષ્ય આંબ્યુ હતું. દીપ આહીરે એક ઓવરમાં સાત રન આપ્યા હતા. દીપ પેથાણી અને જયરાજ રાઠોડ અમ્પાયર રહ્યા હતા. 

Panchang

dd