ભુજ, તા. 15 : મસ્કા
ક્રિકેટ એકેડેમીના ગ્રાઉન્ડમાં રમાયેલી કચ્છમિત્ર-એન્કરકપની લીગ મેચમાં સ્વામિનારાયણ
સંસ્કારધામ માંડવી અને અર્ચના સ્કૂલ મુંદરાનો વિજય થયો હતો.
પ્રથમ
મેચમાં ગ્લોબલ માંડવીની ટીમે ટોસ જીતી પહેલાં બેટિંગ લીધી હતી. પહેલાં બેટિંગ કરતાં
સ્વામિનારાયણ સંસ્કારધામ માંડવીની ટીમે 20 ઓવરમાં
151 રન બનાવ્યા હતા. ટીમ તરફથી આહીર પ્રિન્સે 64, દક્ષ મૈત્રાએ 37 રનનું
યોગદાન આપ્યું હતું. ગ્લોબલ માંડવી તરફથી પટેલ હર્ષિલ અને વેકરિયા પ્રિયાંશે બે-બે, તો પરમ પરમમારે એક વિકેટ ઝડપી હતી. જવાબમાં ગ્લોબલ માંડવીની ટીમ 83 રને ઓલઆઉટ થતાં સ્વામિનારાયણ સંસ્કારધામ માંડવીનો 74 રને વિજય થયો હતો. સ્વામી સંસ્કાર તરફથી આહીર પ્રિન્સ
અને આહીર દીપે બે-બે, તો હાર્દિકે એક વિકેટ ઝડપી હતી. આહીર
પ્રિન્સને મેન ઓફ ધ મેચ, તો પટેલ હર્ષિલને સેકન્ડ મેન ઓફ ધ મેચ
જાહેર કરાયો હતો.
બીજી
મેચમાં અર્ચના મુંદરાની ટીમે ટોસ જીતી પહેલાં બેટિંગ લીધી હતી. આયુષ રાયના 41, જોય પડિતના 37 અને
આયુષના 13 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે
163 રન બનાવ્યા હતા. એઈમ્સ માંડવી તરફથી આર્યન ગઢવીએ ત્રણ, કિશન ગઢવીએ બે તો હર્ષરાજસિંહે એક વિકેટ ઝડપી હતી. જવાબમાં એઈમ્સ માંડવીની
ટીમ 84 રનમાં ઓલઆઉટ થતાં અર્ચના માંડવીનો
79 રને વિજયો થયો હતો. એઈમ્સ માંડવી તરફથી પટેલ મહર્ષિએ
22, મેમણ આસિફે 17 રન
બનાવ્યા હતા. મુંદરા તરફથી જાહિર તુર્કે ત્રણ, વિજયસિંહ જાડેજા
અને આયુષે બે-બે વિકેટ ઝડપી હતી. આયુષ રાયને મેન ઓફ ધી મેચ અને ગઢવી આર્યનને સેકન્ડ
મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અમ્પાયર તરીકે જયરાજ રાઠોડ, નિશાંત
નાકર, સૌમ્ય પટેલ, તો સ્કોરર તરીકે દીપ
પેથાણી, રીના મોતા, મોતા ધવલ રહ્યા હતા.