ભુજ, તા. 1પ
: કચ્છમિત્ર- એન્કર કપની પૂલ-બીની શ્રીહરિ સ્પોર્ટસ ગ્રાઉન્ડ સૂરજપરમાં રમાયેલી મેચમાં
માઉન્ટ કાર્મેલ- માનકૂવા અને પીસીવી મહેતા હાઈસ્કૂલ-ભુજનો વિજય થયો હતો.
પ્રથમ
મેચમાં ટોસ જીતી પહેલે બેટિંગ કરતાં માઉન્ટ કાર્મેલ- માનકૂવાએ યશ કેરાઈના 44, મીતરાજ સોનીના 27 અને
સુમીત કુમાવતના 26 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 139 રન બનાવ્યા હતા. જે.પી. એન્ડ એલ. એસ. કેરા તરફથી અંસાર
કુંભારે બે, જાડેજા નીલરાજ અને દિવ્યરાજ સોઢાએ એક-એક વિકેટ ઝડપી હતી.
કેરાની ટીમ 19.2 ઓવરમાં 127 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. માનકૂવા તરફથી યશ કેરાઈએ ત્રણ, તો વિશ્વકર્મા અમને બે વિકેટ ઝડપી હતી. કેરા તરફથી રાયમા અકીબે 36 રનનું યોગદાન આપ્યું હતું. યશ કેરાઈને મેન ઓફ ધ મેચ
અને રાયમા અકીબને સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ મેચનો ટોસ સરંપચ ચેતનાબેન
પિંડોળિયાએ ઉછાળ્યો હતો. ઈનામો જાદવજી વેકરિયા, કિશોર મનજી કેરાઈ,
રતીલાલ કેરાઈ અને નારાણ પિંડોળિયાના હસ્તે અપાયાં હતાં.
બીજી
મચેમાં કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધણપર અને પીસીવી મહેતા વચ્ચે ટક્કર થઈ હતી. પહેલે બેટિંગ
કરતાં કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધણપરે કુંભાર ઉજ્જેરના 60, શકીર
કુંભાર અને રમજાન કુંભારે 30 રન
બનાવ્યા હતા. પીસીવી મહેતા તરફથી લક્કી પાલ, અંશ ઠાકોર અને મોહિત ગોહિલે એક- એક
વિકેટ ઝડપી હતી. પીસીવી મહેતાની ટીમે 17 ઓવરમાં
ચાર વિકેટે 170 રન બનાવી છ
વિકેટે જીત મેળવી હતી. ટીમ તરફથી લક્કી પાલ અને મુનીર મીરે 26 રન બનાવ્યા હતા. લક્કી પાલને મેન ઓફ ધ મેચ અને કુંભાર
ઉજજેર ને સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. કેવીટીની ટીમમાં ભરત કોલી નામના દિવ્યાંગ
ખેલાડીએ સુંદર રનિંગ કેચ પકડવા સાથે ફિલ્ડિંગમાં સારો દેખાવ કર્યો હતો. અમ્પાયર તરીકે
કૈલાસ પિંડોળિયા અને હિરેન ખીમાણી, તો સ્કોરર ઈશ્વર ભંડેરી રહ્યા હતા.
આ ગ્રાઉન્ડ પર રમાયેલી પહેલી મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ઊમટયા હતા. સરપંચ
ચેતનાબેન પિંડોળિયા, ટ્રસ્ટી જાદવજી વેકરિયા, ગ્રાઉન્ડના દાતા મનસુખભાઈ હાલાઈ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા હાજર રહ્યા હતા.