ભુજ, તા. 6 : ભુજની
વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી યજ્ઞેશ
પુનિતમારાજ ગુગડીએ તાજેતરમાં ભુજ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની ચેસ
સ્પર્ધામાં અન્ડર 11ની શ્રેણીમાં પ્રથમ ક્રમાંક તેમજ આદિપુર ખાતે યોજાયેલી
જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં અન્ડર-11માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
યજ્ઞેશ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમ્યાન યોજાયેલી ફ્રેન્ડસ ગ્રુપ આયોજિત ઓપન કચ્છમાં
ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમાંક,
જૂનાગઢ ખાતે યોજાયેલી ઓપન ગુજરાત ચેસ સ્પર્ધામાં બેસ્ટ 1400-1600 શ્રેણીમાં
પ્રથમ ક્રમાંક, અમદાવાદ વોલ્વો - પ્લેઝન ચેસ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક, રાજકોટ ખાતે યોજાયેલી બિલો 1800 રેપિડ ચેસમાં અન્ડર 11માં
પ્રથમ ક્રમાંક તેમજ મુંદરા ખાતે યોજાયેલી ઓપન ગુજરાત ચેસ સ્પર્ધામાં ઓપન
કેટેગરીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.