• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ડાબા હાથનો દાવ ને વીસમી મેચ બાદ ભારતે વન-ડેમાં જીત્યો ટોસ

વિશાખાપટ્ટનમ, તા. 6 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વાઈઝેગ (વિશાખાપટ્ટનમ) વન-ડેમાં ટીમ ઈન્ડિયા 20 વન-ડે મુકાબલા બાદ ટોસ જીતી જતાં કેપ્ટન કે.એલ. રાહુલ ખુશ થયો હતો. ટોસ જીતતાં જ રાહુલે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 2023માં પુરુષોની વન-ડે વિશ્વકપ સેમિફાઈનલ બાદ પહેલી વખત ભારતે કોઈ વન-ડેમાં ટોસ જીત્યો છે. ટોસ સમયે કે.એલ. રાહુલના હાથમાં સિક્કો હતો. તેમ્બા બાવુમાએ હેડ કહ્યો, પણ આવ્યો ટેલ. ભારતે 20 કોશિશ બાદ અંતે ટોસ જીતી લીધો હતો. આ દરમિયાન મેદાનમાં રહેલા ચાહકોની પણ ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. ખાસ વાત એ રહી હતી કે, કે.એલ. રાહુલે ટોસ સમયે એક કીમિયો કર્યો હતો અને ડાબા હાથે ટોસ ઉછાળ્યો હતો.

Panchang

dd