• સોમવાર, 12 મે, 2025

અખિલ કચ્છ શૂટિંગ વોલીબોલ સ્પર્ધા યોજાઈ

ભુજ, તા. 7 : ભુજ શાટિંગ વોલીબોલ એસોસીએશન દ્વારા માધાપર સર્વોદય સ્પોર્ટ્સ ખાતે શાટિંગ પ્રીમિયર લીગ અંતર્ગત ટૂર્નામેન્ટ યોજાઈ હતી. કુલ ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો. પટેલ આઈ-કેર (ડો. મગન પટેલ), હર્ષ આઈવીએફ (ડો. નરેશ ભાનુશાલી), કતીરા કન્સ્ટ્રક્શન (યશ કતીરા), અમ્બુનડેક્સ વેલ્થ (ભાવેશ પટેલ), ગુરુકૃપા પેટ્રોલિયમ (ગિરિરાજસિંહ સોઢા), આદર્શ એન્ટરપ્રાઈઝ (અશ્વિન ભગત), કાવ્યા ફિનસર્વ (મયૂરધ્વજાસિંહ જાડેજા) અને જયભોલે સ્ટોન ક્વેરી (અશ્વિન વેકરિયા-દિલીપ વેકરીયા)  ફ્રેન્ચાઇઝીઓએ સારા ખેલાડીઓનું સમગ્ર કચ્છમાંથી ઓક્શન કર્યું હતું. મુખ્ય મહેમાન જિલ્લા અધિક કલેક્ટર દિપેશ ચૌહાણે દીપ પ્રાગટયથી ઉદઘાટન કર્યું હતું. અરાવિંદ પિંડોરિયા, ડો. નરેશ ભાનુસાલી, પી.આઈ. અજયાસિંહ પરમાર અને કીર્તિભાઈ વરસાણી હાજર રહ્યા હતા. શ્રી ચૌહાણે રમતગમત ક્ષેત્રે વહીવટી તંત્રના સહયોગની ખાતરી આપી હતી તેમજ ડો. મગન પટેલે જ્યુબિલી ગ્રાઉન્ડમાં શાટિંગ બોલનું નવું ગ્રાઉન્ડ તૈયાર કરી અને આગામી સમયમાં ઓલ ઇન્ડિયા શાટિંગ વોલીબોલ ટૂર્નામેન્ટનાં આયોજનની રૂપરેખા આપી હતી. સંચાલન મનોજકુમાર લોઢાએ કર્યું હતું. કાવ્યા ફિનસર્વ ચમ્પિયન, જ્યારે અમ્બુનડેક્સ વેલ્થ ટીમ રનર્સ-અપ રહી હતી. બેસ્ટ શૂટર અમન સીદી, બેસ્ટ ડિફેન્સર પંકજ પિંડોરિયા, બેસ્ટ નેટી વત્સલરાજ પરમાર રહ્યા હતા. એસોસીએશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તથા કે.સી. હોસ્પિટલ (ડો. મહેશ ઠક્કર), કે.સી. કતીરા (ડો. લવ કતીરા), કષ્ટભંજન ફર્નિચર (જગદીશ કેરાઇ), પ્રેમજી ભંડેરી-ચિંતન ભંડેરી (સિટી સ્પોર્ટ્સ), રચના ઇન્ટિરીયર (નંદીશ પંડયા)નો વિશેષ રીતે દાતાઓનો સહયોગ મળ્યો હતો.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd