• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

બુમરાહ, હાર્દિક અને હર્ષિત સહિતના ઇજાગ્રસ્ત ખેલાડીઓ વાપસી માટે તૈયાર

બેંગ્લુરુ, તા. 26 : ટીમ ઇન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ હાલ નબળી ફિટનેસ અથવા ઇજાને લીધે મેદાનની બહાર છે. બુમરાહ અને પંડયા સહિતના ઇજાગ્રસ્ત મોટાભાગના ખેલાડીઓ હાલ બેંગ્લુરુમાં બીસીસીઆઇના ફિટનેસ સેન્ટરમાં રિહેબ કરી રહ્યા છે. હાલ જે ખેલાડીઓ રિહેબ કરી રહ્યા છે તેમાં જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડયા, હર્ષિત રાણા, શિવમ દુબે, અભિષેક શર્મા, સંજૂ સેમસન, સૂર્યાંશ શેડગે અને રવિ બિશ્નોઇ સામેલ છે. અભિષેક અને હર્ષિતે આજે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં આ તમામ ખેલાડીઓ વર્કઆઉટ દરમિયાન હળવા મૂડમાં જોવા મળે છે. શ્રીલંકાના પ્રવાસ બાદ ભારતીય ટીમ ઘરઆંગણે સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામે 3 મેચની ટી-20 શ્રેણી રમશે. એ પછી વેસ્ટ ઈન્ડિઝ વિરૂધ્ધ વન ડે અને ટી-20 શ્રેણી રમાશે. એ પહેલાં આ તમામ ખેલાડીઓ 100 ટકા ફિટનેસ હાંસલ કરવાની નજીક છે. એકાદ સપ્તાહમાં આ તમામ ખેલાડીઓને ફિટનેસ કલીયરન્સ સર્ટીફિકેટ મળી જશે તેવા રિપોર્ટ છે.

Panchang

dd